સાબરકાંઠામાં રાજસ્થાનના 4 તસ્કરો ઝડપાયા, 9 બાઈક ચોરી કર્યાની કબૂલાત

સાબરકાંઠા, હિતેશ રાવલ:

સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ચોરી, લૂંટ ફાટ અને હત્યા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ વધતી જઈ રહી છે. સાબરકાંઠામાં ચોર બેફામ બન્યા હોય તેમ બનાવો વધી રહ્યા ત્યારે આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસે બાઈક ચોરીના વધુ ચાર આરોપીને ઝડપી પાડયા છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોરીના વાહન સાથે ત્રણ આરોપી અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે.

હિંમતનગર શહેર નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન જણાતા પોલીસે તપાસ કરતા ચોરીનું વાહન નીકળતા સમગ્ર ચોરી પકડાઈ હતી. બાઇક ચોરી કરનારા આ તમામ ઈસમો રાજસ્થાનના ડુંગરપુરના છે. ચારેયની પોલીસે અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની અટક કરી તપાસ કરતા આરોપીઓએ કુલ નવ બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી છે. હાલ પોલીસે આરોપીની અટક કરી નવ બાઇક સહિત તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.