Abtak Media Google News

માત્ર ૫૦૦ મીટર રોડ પરથી મળેલી ૪૦ બોટલોએ કાયદાની કથળેલી પરિસ્થિતિની વાસ્તવિકતા રજૂ કરી
મોરબી : શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ અંતર્ગત પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા આજ રોજ સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દારૂની ૪૦ ખાલી બોટલ મળી આવતા શહેરમાં કાયદાની સાચી પરિસ્થિતિ સામે આવી હતી.
મોરબીનું પંચમુખી હનુમાન ગ્રુપ શહેરને સ્વચ્છ બનાવવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. પંચમુખી હનુમાન ગ્રૂપના સભ્યોએ આજે સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાન થી લઈને ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધીના માત્ર ૫૦૦ મીટર જેટલા રોડ પરથી દારૂની ૪૦ ખાલી બોટલો મળી આવી હતી.
સ્વચ્છતા અભિયાન મળી આવેલી દારૂની ૪૦ ખાલી બોટલો શહેરમાં હાલ કાયદાની શુ પરિસ્થિતિ છે તેની વાસ્તવિકતા રજૂ કરી રહી છે. દારૂની ૪૦ બોટલો શહેરમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં તંત્ર નિષફળ ગયું હોવાની પ્રતિતિ કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.