સમન્વય ગ્રુપ આયોજીત રક્તદાન  કેમ્પમાં 401 બોટલ રક્ત એકત્ર થયું

સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તેમજ અમદાવાદ હોસ્પિટલના કેન્સરગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે રક્ત પહોંચાડાશે

સમનવ્ય ગ્રૂપ, પરમેશ્વરી ગ્રુપ, કનૈયા ગ્રુપ, એન.એમ ગ્રૂપના તમામ સભ્યો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તેમજ અમદાવાદ હોસ્પિટલના કેન્સર ગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવા હેતુથી રવિવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ 401 બોટલ રક્ત એકત્ર થયું હતું.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા પરમેશ્વરી ગ્રુપના બીપીનભાઈ વિરડીયા, કિશોરભાઈ હાપલીયા, નિતીનભાઈ ઘાટેલિયા અને મનસુખભાઈ તલસાણીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

સમન્વય હાઈટ પરમેશ્વરી ગ્રુપના બીપીનભાઈ વિરડીયા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કેમ્પનું ખાસ કરીને આયોજન થેલેસેમિયાના બાળકોના લાભાર્થે કરવામાં આવ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલ  અને  અમદાવાદની કેન્સર હોસ્પિટલના દર્દીઓને રકતની જરૂરિયાત ઊભી થાય તો તેમને સમયસર બ્લડ મળી રહે તેવા ઉદ્દેશથી આ રક્તદાન નું આયોજન કર્યું છે રક્તદાનના આયોજનમાં  તમામ મિત્રો નું પરિવારજનોનું અને શહેરની  જનતાનું ખૂબ સારું યોગદાન મળ્યું છે આજના આ રક્તદાન કેમ્પ માં અમારા સભ્યો દ્વારા ઓછામાં ઓછી 500 થી 700 રક્તના બોટલની યુનિટ એકત્રિત કરવાનું દ્રઢ નિર્ણય કર્યો હતો.રક્તદાતાઓ પણ હોંશે હોંશે અમારા રક્તદાન કેમ્પમાં જોડાયા છે હું હૃદયપૂર્વક તમામ લોકો જે રક્તદાન કેમ ખાતે જોડાયા તેમનો આભાર વ્યક્ત કરું છું.