Abtak Media Google News

56 બેડની હોસ્પિટલ હવે  150 બેડની બનશે દર્દીઓને આધુનીક સારવાર મળશે

પાલીતાણા, ભાવનગરની સરકારી હોસ્પિટલ સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. નવી દિલ્હી ખાતે આ  માટે રૂ.45 કરોડની ફાળવણી માટે   સમતી આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય  સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, પાલીતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને અપગ્રેડ કરવાના  આદેશો આપ્યા હતા હવે પાલીતાણા સરકારી હોસ્પિટલ 56 બેડમાંથી 150 બેડની હોસ્પિટલ બનશે. આ નવા ઉમેરાયેલા બેડમાં  જનરલ બેડની સાથે સાથે  બાળકો માટેના બેડ અને આઈસીયુ બેડની પણ સુવિધા રહેશે.

નવા બેડની સાથે દર્દીની સારવાર માટેનીતમામ  અત્યાધુનીક  સગવડોપણ ઉભી કરાશે.સર માનસિંહજી હોસ્પિટલના અપગ્રેડેશન સાથે એક્ષ્પટ  ડોકટરની  સેવાનો લાભ પાલીતાણાની વિશાળ જનસંખ્યાને મળશે. મેડીકલ  ક્ષેત્રની તમામ  અત્યાધુનીક સારવાર હવે  પાલીતાણામાં જ સુલભ બનશે.

અત્રે નોંધનીય છે કે, દેશના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પાલીતાણાની  સ્વાસ્થ્ય-સુવિધાને સુસજજ કરવા માટે રૂ.45 કરોડ દ્વારા અપગ્રેડેશન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.