ગુજરાતમાં દારૂની રેલમછેલ, ભલગામમાં ઝડપાઈ 4912 બોટલ

શરાબ, બીયર, ક્ધટેનર અને કાર મળી રૂ. 27,86 લાખનો મુદામાલ એલ.સી.બી.એ કર્યો કબ્જે

લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાં વિદેશી દારૂના ચાલુ કટીંગે છાપો મારી શરાબ અને બીયરની 4912 બોટલ, ક્ધટેનર અને કાર મળી રૂ 27.86 લાખનો મુદામાલ એલસીબીએ કબ્જે કર્યો છે. જયારે કટીંગ ટાણે ચાર શખ્સો નાશી જતા તેઓની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાં આવેલી દાજીભાઇ ભરતસિંહ રાણાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભલગામડાના સંજયસિંહ લીંબડીના નિરવ અમૃતલાલ દરજીએ મુળ વડોદરા અને હાલ વઢવાણનો પ્રભુદાન ગઢવી અને ભાવનગરના ઇમરાન  ઉર્ફે બોબડો હારુનભાઇ કાલવા નામના શખ્સો પાસેથી મંગાવી દારુનું કટીંગ કરતા હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના પી.આઇ. ડી.એમ. ઢોલને મળતા સ્ટાફ સાથે વાડીમાં છાપો મારી વિદેશી દારૂ અને બીયની 4912 બોટલ, એમ.એમ. 46 બી.એમ. 0109 જીજે પ જેડી 308 મળી કુલ રૂ. 27.86 લાખનો મુદામાલ પી.આઇ. ડી.એમ. ઢોલ, પી.એસ.આઇ. વી.આર. પાડેજા, એ.એસ.આઇ. રૂતુરાજસિંહ નારસંગભા, જવાનસિંહ, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ સહિતના સ્ટાફે કબ્જે કરી નાશી છુટેલા શખ્સો વિરુઘ્ધ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.