ફિલિપાઈન્સમાં ભયંકર ભૂકંપ : રિકટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતા, સુનામી ટળી

ધરતીની ધ્રુજારી ભયાવહ હોવા છતાં કોઈ પણ જાનહાનિના સમાચાર નહીં

દુનિયાભરમાં અવાર નવારના ભૂકંપણ આંચકા નોંધાતા હોય છે. ભૂકંપના આંચકની તીવ્રતા રિકટર સ્કેલમાં માપવામાં આવે છે. ૫.૦ની તીવ્રતા સુધીના આંચકા સામાન્ય રીતે જાનલેવા હોતા નથી પરંતુ તેનાથી ઉપરના આંચકમાં ચોક્કસ જાન માલની નુકસાની સર્જાતી હોય છે પરંતુ ફિલિપાઈન્સમાં ભયંકર ભૂકંપનો આંચકો નોંધાયા છતાં કોઈ પણ જાતની જાનહાનીના સમાચાર મળયા નથી. ફિલિપિન્સમાં ભયંકર ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની ૭.૦ની તીવ્રતા નોંધાઇ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ છે અને તે દરિયાની નીચે ૯૫.૮ કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી ૨૩૦ કિલોમીટર દૂર નોંધાયો છે.  આ માહિતી યુ.એસ. જીયોલોજિકલ સર્વેએ આપી હતી.

સ્થાનિક મીડિયાની રિપોર્ટ ઉસાર, ફિલિપિન્સના પ્રમુખ કોમર્શિયલ સેન્ટર ડેવાઓના રહેવાસીઓએ પણ ઘરતી ધ્રુજવાનો અહેસાસ કર્યો હતો. અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા.

ઉલ્લેખનીય છે કે ૭ રિક્ટર સ્કેલથી ઉપરના ભૂકંપમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતાઓ રહે છે. આટલી તીવ્રતા પર બિલ્ડિંગ પર ધ્વસ્ત થવાની સંભાવના રહે છે. આ પહેલા ઈન્ડોનેશિયામાં આવેલા ૬.૨ની તીવ્રતાના ભૂકંપના કારણે ૩૪ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ફિલિપાઈન્સમાં ભયાનક ભૂકંપના આંચકા બાદ પણ કોઈ જાનમાલની નુકસાની થયાની માહિતી સામે આવી નથી.

Loading...