રાજસ્થાનના બિકાનેરમાં 5.3ની તીવ્રતાનો આંચકો

Closeup of a seismograph machine earthquake

રાજસ્થાનના બિકાનેરમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.3 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, ભૂકંપ સવારે 5.24 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર બિકાનેરથી 343 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 10 કિમી જમીનની અંદર હતું. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

રાજસ્થાન પહેલાં મેઘાલયમાં પણ ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ રાતના 2.10 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ ગારો હિલ્સ બતાવાયું હતું.

આ તરફ લેહ-લદાખમાં પણ સવારે 4.57 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 હતી. અહીં કોઈ નુકસાનના સમાચાર નથી.

ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ભૂકંપનું સાચું કારણ તો ટેક્નોનિકલ પ્લેટોમાં ઝડપી મૂવમેન્ટ હોય છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈન ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગના કારણે પણ ભૂકંપ આવે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા મપાય છે. 6થી વધુ તીવ્રતાવાળો ભૂકંપ શક્તિશાળી અને ખતરનાક હોય છે.