સિકિકમ, બિહાર, આસામ,બંગાળમાં ભૂકંપના 5.4 રિકટર સ્કેલના આંચકા

સિકિકમ, પશ્ર્ચિમ બંગાળ, આસામ અને બિહારના ઘણા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા સિકિકમ નેપાળ બોર્ડર પર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી બિહારની રાજધાની પટનામાં બેથી ત્રણ સેક્ધડ સુધી લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકો ગભરાઈને ઘરો અને રહેઠાણની બહાર આવી ગયા હતા.

અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ સિકિકમની રાજધાની ગગટોકથી 25 કિમી પુર્વ અને ઉત્તર પૂર્વ દિશામાં જમીનમાં 10 કિમી ઉંડાઈ પર હતુ માહિતી અનુસાર સિકિકમ નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝટકાનો અહેસાસ થયો હતો. સિકિકમ સિવાય, જલપાઈ ગુડી અને દાર્જિલિંગ જિલ્લામાં સાંજે આશરે 8.40 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

પીએમ મોદીએ ભૂકંપને કારણે થયેલા નુકશાનની માહિતી લેવા બિહાર, આસામ અને સિકિકમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી ચૂકયા હતા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપને લીધે કોઈ નુકશાન થયું નથી.

પાડોશી દેશ ભૂટાન અને નેપાળના કેટલાક ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સ્થાનિક લોકોની માહિતી પ્રમાણે સમગ્ર વિસ્તાર ભૂકંપને લીધે ધ્રુજી ઉઠ્યો હતો.