Abtak Media Google News

મોરબી હળવદ વચ્ચે રૂા.197/- કરોડના ખર્ચે રોડ બનશે. તેમજ મોરબી, પીપળી, હળવદ અને જેતપરમાં કુલ રૂા.309/- કરોડનાં ખર્ચે રોડ બનાવવા માટેનું ટેન્ડર પણ હાથ વેતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ અંગે ઘણા સમયથી સરકારને રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેને લઇ આખરે સરકારે બ્રિજેશ મેરજાની રજૂઆતો સાંભળી અને રોડ બનાવવા મંજૂરી આપી છે.

મોરબી ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લાના મોરબી, હળવદ તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુ રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં રૂા.309/- કરોડ મંજૂર કરાવેલા છે. જે અંતર્ગત સતત ફોલોઅપ લઈ આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા હોય તે અંતર્ગત મોરબી, હળવદ રૂા.197/- કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે.

તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ હાથવેંતમાં છે. એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે પણ રૂા.2/- કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ પણ મંજૂર કરાવી હ છે. આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે. હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુર્તજ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે. તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.