Abtak Media Google News

અનિશ્ચિત અને અસંતુલિત ખોરાક – અંગ્રેજોએ ભારતને એટલું ગરીબ બનાવી દીધું છે કે આજે ભારતીયો પાસે બે ટાઈમના જમવાના પણ પૈસા નથી.બધા જાણે જ છે કે ભારતની દરેક જગ્યાએ ભૂખમરી છવાયેલી છે અને આજે પણ લોકોનું ભૂખના કારણે મૃત્યુ થાય છે.

ક્યારેક સોનાની ચકલી કહેવાતા ભારત પાસે આજે અનાજની અછત થઈ ગઈ છે.

હાલમાં થયેલ એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે 50 ટકા ભારતીયો,ખાસ કરીને મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી નથી તેમજ અનિશ્ચિત અને અસંતુલિત ખોરાક લે છે.હેલ્દી જીવન માટે જે વસ્તુઓની જરૂરત હોય છે,50 ટકા લોકો પોતાના ભોજનમાં તે વસ્તુઓને શામિલ જ નથી કરતાં.આ વસ્તુઓમાં તાજા ફળો,લીલા શાકભાજી,દાળ,દુધ,ડેરીના ઉત્પાદનો વગેરે શામિલ છે.

Intro Cream Of Cropસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલ આ સર્વેનું માનવમાં આવે તો ફક્ત 45 ટકા સ્ત્રીઓ રોજ દૂધ અને દહીનું સેવન કરે છે.23 ટકા સ્ત્રીઓ અઠવાડીયામાં એકવાર દૂધ-દહી ખાય છે.25 ટકા સ્ત્રીઓ ક્યારેક-ક્યારેક ડેરી ઉત્પાદિત વસ્તુઓ ખાય છે,જ્યારે દેશની 7 ટકા સ્ત્રીઓ એવી છે જેને દૂધ-દહીનું સેવન કરવાની તક પણ નથી મળતી.

Images 3 1સ્વસ્થ રહેવા માટે સૌથી વધારે જરૂરી છે હેલડી ખોરાક,પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે જમવાનો સમય જ નથી હોતો.સવારે ઓફિસે જવાના ચક્કરમાં નાસ્તો પણ ઉતવાદમાં થાય છે અને સાંજે ઘરે આવીને લોકો ઘરકામમાં વ્યસ્ત થઈ જાય છે.તેની વચ્ચે જમવાનો સમય છૂટી જાય છે અને શરીરને જરૂતિ પોષણ નથી મળતું.

બહુ જ ઓછા લોકો જાણે છે કે સંતુલિત ખોરાકમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ.તો તમને જણાવી દઈએ કે સમતોલ આહારમાં પ્રોટીન,ફેટ, કાર્બોહાઇડ્રેટ,વિટામિન અને મિનરલ્સ હોય છે.

ભારતમાં ખરાબ સ્વાસ્થ્ય,ખાસ કરીને મહિલાઓના ખરાબ સ્વાસ્થ્યનું કારણ ગરીબી અને મહિલાઓ સાથે કરવામાં આવતો ભેદભાવ છે.ભારતમાં બે વર્ગ છે – એક વર્ગના લોકો શાકભાજી,તાજા ફળ અને દૂધ ખરીદવા માટે સક્ષમ નથી અને બીજો વર્ગ એવો છે જે ખરીદવામાં તો સક્ષમ છે પરંતુ દીકરો અને દીકરીની વચ્ચે થતાં ભેદભાવના કારણે જરૂરી પોષણની વસ્તુઓ દીકરીઓને આપવામાં નથી આવતી.

ભારતમાં નાનપણથી જ સ્ત્રીઓને ઓછું જમવાનું શીખવવામાં આવે છે અને તેની જરૂરતને લોકો અજાણી કરી નાખે છે.તેના કારણે જ ભારતમાં મોટાભાગની સ્ત્રીઓ અનીમિયાથી પીડિત છે.

પહેલાની સરખામણીમાં હવે બજારના પ્રવાહો પણ બદલાઈ ગયા છે.હવે સ્ત્રીઓ,પુરુષો અને છોકરાઓ બધા ઝડપી અને જંક ફૂડ ખાવા લાગ્યા છે,જેમાં 0(ઝીરો) પોષક તત્વો હોય છે જે અનિશ્ચિત અને અસંતુલિત ખોરાક છે.આ સર્વે અનુસાર લગભગ 10 ટકા ભારતીય સ્ત્રીઓ દરરોજ ફ્રાઈડ ખોરાક ખાય છે,જ્યારે 36 ટકા સ્ત્રીઓ અઠવાડીયામાં એકવાર ફ્રાઇડ ખોરાક ખાય છે.લગભગ 5 ટકા મહિલાઓ રોજ રેટેડ પીણાંનું સેવન કરે છે.જ્યારે અઠવાડિયામાં એકવાર 20 ટકા સ્ત્રીઓ આવા પીણાં પીવે છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.