Abtak Media Google News

ગતિશક્તિ પ્રોજેકટથી આંતમાળખું બનશે વધુ મજબૂત: વેપાર ઉદ્યોગ અને આર્થિક ઉન્નતિ માટે પરિવહન વ્યવસ્થા સુદ્રઢ બનાવવા પર સરકારનો “ભાર’

સૌથી મોટી લોકશાહીની નામના ધરાવતા ભારતનું અર્થતંત્ર પણ હવે વિકાસની રફતારમાં આગળ વધી રહ્યું છે અને દેશ આર્થિક મહાસત્તા તરફથી મક્કમ ડગલા ભરી ચૂક્યું છે ત્યારે અર્થતંત્ર માટે આવશ્યક એવી ઉદ્યોગી અને વેપાર-ઉદ્યોગની ઉન્નતિ માટે જરૂરી એવા પરિવહન ક્ષેત્ર અને વધુ સુદ્રઢ બનાવવા પર સરકારે ભાર મૂક્યો છે. આ માટે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અતિ મહત્વના એવા ગતિશક્તિ પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે. આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનાવવા ગતિશક્તિ પ્લાન શરૂ કરાયો છે.

પરિવહન ક્ષેત્ર અને આંતર માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સરકારે આગામી ચારથી પાંચ વર્ષના સમયગાળામાં 50 હજાર કરોડના ખર્ચે 500 મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારની ગતિશક્તિ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ વખતે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં પરિવહન અંગેની આંતરમાળખાકીય સુવિધાઓ વધુ આવશ્યક બની છે અને કેન્દ્ર સરકાર દ્વારા મલ્ટી કાર્ગો મોડલ ટર્મિનલના જુદા જુદા મોડલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર રોડ અને હવાઈ માર્ગના સમયથી કરવામાં આવશે.

બહુહેતુક મોડલ કાર્ગો ટર્મિનલનો મુખ્ય હેતુ દેશમાં કોલસા, પોલાદ બોક્સાઇડ, એલ્યુમિનિયમ, લાઇમસ્ટોન જેવી મહત્વની ધાતુ અને સિમેન્ટના પરિવહન માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવાની સાથે-સાથે પાર્સલ સુવિધાઓ જેવી વેપાર ઉદ્યોગને લગતી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. દાખલા તરીકે નવી દિલ્હી રેલવે સ્ટેશનને આ અંગેના એમ વિશ્સિષ્ઠ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. જેમાં પાર્સલ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને તે માટે 50 હજાર કરોડ રૂપિયા વાપરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રૂપિયા 100 લાખ કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓ ગતિશક્તિના નામે લોન્ચિંગ કરી હતી સરકાર દ્વારા સ્થાનિક ધોરણે પરિવહન ખર્ચ ઘટાડી અર્થતંત્રને વેગવાન બનાવવા કમર કસી છે. આગામી ત્રણ વર્ષમાં સરકાર દ્વારા 200થી વધુ મલ્ટીનેશનલ કાર્ગો ટર્મિનલની સ્થાપના કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાંથી કેટલાક સો કરોડથી ઓછા ખર્ચે તૈયાર થઇ જશે અને કેટલાક નો ખર્ચો કરોડથી વધારે થશે.

રેલવે પણ ગતિશક્તિ મિશનમાં પોતાનું પૂરેપૂરું યોગદાન આપશે અને ઘણા મોટા રેલવે સ્ટેશન અને કાર્ગો ટર્મિનલમાં રૂપાંતરિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કરદાતાઓના પૈસા ભૂતકાળમાં વેડફાઇ જતાં હતા હવે સમય બદલાયો છે અને કરદાતાઓની પાઈએ પાઈ વિકાસકામોમાં લગાડવામાં આવી રહી છે. સરકારના જુદા જુદા વિભાગોમાં વિકાસ કામો ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.