Abtak Media Google News

નયારા એનર્જી દેશમાં સુરક્ષિત પરિવહનનો માહોલ ઉભો કરવા પ્રતિબધ્ધ: પ્રસાદ પનીકર

આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા તેના આંતરિક અને બાહ્ય હિતધારકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસીય માર્ગ સુરક્ષા ક્ષમતા નિર્માણ તાલિમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ કાર્યક્રમ દરમિયાન વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ, સરકારી અધિકારીઓ, નયારા કર્મચારીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતી, તપાસ અને જીવન બચાવવા માટેની તકનીકોના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.

માર્ગ સુરક્ષા અને માર્ગ ઇજનેરીમાં વિશેષતા ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા મેસર્સ એ.કે. ક્ધસ્ટ્રક્શન મેન્યુફેક્યર્સ પ્રા.લિ. (એ.કે.સી.એમ.)ના સહયોગથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી ક્ષમતાને મજબૂત કરવાના હેતુની આ પહેલમાં સરકારી અધિકારીઓ અને નયારા અધિકારીઓ સહિત 500 થી વધુ લોકોની ભાગીદારી જોવા મળી હતી. સેમિનાર અને વર્કશોપના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયેલા લોકોને શ્રેષ્ઠ માર્ગ સલામતી પ્રથા, દુર્ઘટનાની તપાસ, ગુડ સમરિટન લો, મોટર વ્હીકલ એક્ટ વગેરે માહિતી અપાઈ હતી. સૌથી મહત્વપૂર્ણ રૂપી જીવન બચાવવાની તકનીકોથી સંબંધિત વ્યવહારુ અનુપ્રયોગ અને એ ઉપરાંત ઘણું બધું શીખવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અતિથિ વિશેષપદે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ, પૂર્વ સીજીએમ અતુલ કુમાર, ખડગપુર આઇઆઇટીના પ્રોફેસર ભાર્ગબ મૈત્રા, ટીઆઈઈટીના ડો. તનુજ ચોપરા, સીનિયર ટ્રાન્સપોર્ટેશન એક્સપર્ટ ડો. પી. કે. સરકારની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, ટ્રાફિક, માર્ગ અને સુરક્ષા, એકેસીએમ અને મુસ્કાન ફાઉન્ડેશનના અધિકારીઓએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.નયારા એનર્જી લિમિટેડના રિફાઇનરી ડિરેક્ટર અને હેડ પ્રસાદ કે. પનીકરે આ પહેલ અંગે જણાવ્યું હતું કે, આપણે અનેકવાર માર્ગ અને તે સંબંધિત પાસાઓ પરના જોખમોનો ઓછો અંદાજ લગાવીએ છીએ. ભારતમાં સૌથી સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ રિફાઇનરીઓ પૈકીની એક હોવાને કારણે નયારા એક ઉચ્ચ નૈતિક કંપની છે જે તેની પરિવહન જરૂરિયાતો માટે તમામ સલામતી ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગ સલામતી પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવાના પ્રયાસો દ્વારા અમે માર્ગ સલામતી પ્રત્યે જવાબદારીની ભાવનાને બહાર લાવવા અને દેશમાં અકસ્માતોના દરને ઘટાડવા માગીએ છીએ. આ પહેલને સફળ બનાવવા અને એક મહત્વપૂર્ણ પાયાને સંબોધવામાં સહહૃદયથી સમર્થન આપવા માટે હું તમામ પોલીસ અધિકારીઓ, અમારા ભાગીદારો અને અન્ય હિતધારકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

નયારા એનર્જી વિશે: નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017 માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગુરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ ક્ધસોર્ટિયમ હતું.

કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે. નયારા એનર્જી વિશે વધુ માહિતી ૂૂૂ.ક્ષફુફફિયક્ષયલિુ.ભજ્ઞળ પર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.