‘ગાંધી માય હીરો’ પ્રદર્શનની ૫૦૦ વિધાર્થીઓએ લીધી મુલાકાત

મહાત્મા ગાંધીના જીવન પ્રસંગો વર્ણવતી સ્ટેમ્પ ટિકિટ: ૧૪૭ દેશોએ રાષ્ટ્રપિતાની ટિકિટ બહાર પાડી જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન મહાત્મા સાથે રાખે છે ભેદભાવ: કુલ ૧૦ હજાર ટીકિટનું પ્રદર્શન, ૫ કરોડની ૪ ટિકિટ આકર્ષણનું કેન્દ્ર બની

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોસ્ટ વિભાગનાં સહયોગથી આજરોજ ’ગાંધી માય હિરો’ વિષય પર ફિલાટેલીક એક્ઝિબિશનની સ્કૂલ કોલેજના ૫૦૦ જેટલા વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ પ્રદશનમાં કુલ ૧૦ હજાર ટિકિટ રાખવામાં આવી હતી. જેમાં ૫ કરોડની ૪ ટિકિટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલંબારીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ફાર્મસી વિભાગનાં સેન્ટ્રલ હોલમાં ૧ ઓકટોબરે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન ફિલાટેલિક એક્ઝિબિશન ચાલ્યું હતું. જ્યાં ગાંધી પ્રેમી પરેશ ઉપાધ્યાયે સંગ્રહ કરેલી ગાંધીજીનાં સ્ટેમ્પ, પોસ્ટ કાર્ડ, થ્રી પાર્ટ પીકચર પોસ્ટ કાર્ડ, એરર ટિકિટ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. ભારત સરકારે ગાંધીજીની ૧૦૦ ટિકિટ પોસ્ટ વિભાગ પાસેથી લીધી હતી અને તેના પર રબ્બર સ્ટેમ્પ મારી ’સર્વિસ’ લખી ટિકિટ બહાર પાડી. જેમાંથી ૫૨ ટિકિટનું કલેક્શન હાલ ઈંગ્લેન્ડની રાણી વિકટોરિયાનાં સંગ્રહમાં છે. ૬ ટિકિટ બેંગલોરની લેડી ગાયનેક છે

જ્યારે તેમાંની ૪ ટિકિટ પરેશભાઈ પાસે છે. જેની બજાર કિંમત રૂ.૫ કરોડ હોવાનો તેમનો દાવો છે. ૨૦૧૧ માં ખાદીનાં કાપડ પર પ્રિન્ટ થયેલી ગાંધીજીની ટિકિટ પણ ઉપલબ્ધ છે. આ તકે કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરી દવે, પોસ્ટ માસ્ટર જનરલ બી.પી.સારંગી, ફાર્મસી ભવનના હેડ ડો.મિહિર રાવલ અને કેમેસ્ટ્રી ભવનના હેડ ડો.એચ.એસ.જોશી સહિતના અધિકારીઓએ ગાંધી જયંતિની ઉજવણીરૂપે દુર્લભ ટિકિટો વિદ્યાર્થીઓ નિહાળી શકે તેવું આયોજન કર્યું છે.