Abtak Media Google News

ગીરના જંગલમાં ઉનાળો આવતા પાણીના કુદરતી પોઇન્ટ નહીવત થઈ જતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દર વર્ષે પાણીના કુત્રીમાં પોઇન્ટ તૈયાર કરે છે .ચાલુ વર્ષે 500 જેટલા પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે .જેમાં વિવિધ સ્ત્રોતથી પાણી ભરવામાં આવી રહ્યું છે.

ગીર વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું છે કે, દર વર્ષની એસ.ઓ.પી મુજબ ફેબ્રુઆરીમાં સર્વે કરીને જ્યાં પાણીના કુદરતી વહેણ ઓછા થઈ ગયા હોય કે સુકાઈ ગયા હોય ત્યાં વન્ય પ્રાણી માટે પાણીની કુંડીઓ ભરવામાં આવે છે. ગીર અને આસપાસના પ્રોટેક્ટેડ જંગલ વિસ્તારમાં હાલ પાણીના 500 પોઈન્ટ પર  વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ માધ્યમથી દરરોજ પાણી ભરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

Vanya Jiv Pani Vyavstah 1

ગીરમાં અમુક વિસ્તારમાં સોલાર કે પવનચક્કી દ્વારા પંપ મારફત પાણી ભરવામાં આવી રહ્યું છે. અને જ્યાં આવી વ્યવસ્થા નથી ત્યાં ટેન્કર કે ટ્રેકટર દ્વારા બહારથી પાણી લાવીને પાણીના કુંડા ભરવામાં આવે છે.રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાતની સમીક્ષા કરીને વન્ય પ્રાણીઓની  ખેવના માટે  પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓ માટે પાણીના કુત્રિમની વ્યવસ્થા વરસાદ થાય ત્યાં સુધી ચાલતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.