Abtak Media Google News

શ્રાવણ માસ એટલે ભોળીયા નાથને રિઝવાનનો માસ ભોળાનાથને શ્રાવણ માસમાં ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો ભોળાનાથના દર્શન માત્રથી ધન્યતા પ્રાપ્ત કરે છે.

રાજકોટ શહેરના અનેક નાના મોટા શિવમંદિરોમાં આજ સવારથી ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા છે. ત્યારે આજે આ પવન પર્વે આપણે વાત કરીશું રાજકોટના સુપ્રસિદ્ધ એવા ઈશ્વરીયા મહાદેવ નો અદભુત ઇતિહાસ છે. ઇશ્વરીયા મહાદેવ શ્રાવણ માસના દર સોમવારે શિવ ભક્ત દ્વારા ઘી દ્વારા મહાપૂજા કરવામાં આવે છે  લોકો દૂર દૂરથી અહીં મહાદેવના દર્શનાર્થે આવે છે મહાદેવ ની મંગળા આરતીનો લ્હાવો અનેરો છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડે છે અને લોકો હર હર મહાદેવના નાદથી ઇશ્વરીયા મહાદેવ મંદિર ગૂંજી ઉઠે છે. હજુ મેળા નો લ્હાવો લેવા આવતા હોય છે. હજુ પણ આ મેળાનું ખૂબ મહત્વ છે. પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ પરિવાર સાથે મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

ઇશ્વરીયા મહાદેવ મંદિર નો ઇતિહાસ

ઇશ્વરીયા મહાદેવ મંદિર આશરે 500 વર્ષ જુનું મંદિર છે. અતિપ્રાચીન ના મંદિર ની મહિમા ખૂબ છે જુના માધાપર ગામ નો એક ગોવાળ પોતાની ગાય ચરાવતો હતો ત્યારે આ લિંગ પર તેની ગાયનો દૂધ નીકળી જતું ગોવાળ થી આ સહન થતું નહીં તેણે આવેગ માં આવી લિંગ પર કુહાળીનો ઘા કર્યો તે સાથે જ આ લિંગ માથી દૂધ નીકળવા લાગ્યું ત્યારબાદ આ અલૌકિક ઘટના જોઈ ગોવાળ અચરજ પામી ગયો ત્યારબાદ આ મંદિરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આજ દિવસ સુધી એ કુહાળીનો ઘા લિંગ પર જોવા મળે છે. દર વર્ષે એક ચોખા ના દાણા જેટલું આ લિંગ વધે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.