Abtak Media Google News

ડોન કો પકડના મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ!!

 

અબતક, નવીદિલ્હી

હાલ સમગ્ર વિશ્વમાં સાઇબર ગુનાનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને રોકવા અને તેના પર નિયંત્રણ લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે વર્ષ 2018માં કોસમોસ બેન્કમાં જે ફ્રોડ આચરવામાં આવ્યો હતો તે સ્કેમને હવે ઉકેલવામાં આવ્યો છે. આ મસમોટા ભારતે 32 દેશોના પોલીસની મદદ લીધી હતી. ત્યારે ડોન પિક્ચર નું એક ડાયલોગ છે કે ડોન કો પકડના મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ ? શું આ ડાયલોગ ખરા અર્થમાં સાચો જ થઈ શકશે ખરો?

કોસમોસ બેન્ક ફ્રોડના આરોપીઓને પકડવા માટે ભારતે 32 દેશોની પોલીસની મદદ લીધી

સરકાર માટે સૌથી મોટી ચિંતા એ છે કે જે રીતે સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે તેને નિયંત્રણમાં કેવી રીતે રાખી શકાય. કોસ્મોસ બેન્કના ફ્રોડમાં ગુનેગારોએ 5000 ડમી કાર્ડ નો ઉપયોગ કર્યો હતો અને એક જ દિવસમાં 32 અલગ-અલગ દેશોમાંથી નાણાં ઉચકી લીધા હતા. છતાં પણ આ કેસને સોલ કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ સાયબર કેમ માત્ર ભારતથી નહીં પરંતુ 32 દેશોની પોલીસના સંયુક્ત સહકારના પગલે ઉકેલવામાં આવ્યો હતો અને કુલ 18 જેટલા આરોપીઓને પુણેમાં પકડી પાડવામાં આવ્યા છે. જો આ વિવિધ દેશોની મદદ લેવામાં આવી ન હોત તો પુના પોલીસ માટે આ કે તો લવ કરવો ખૂબ કઠિન અને અઘરો સાબિત થાત.

કાલ સાયબર ગુના આચરતા હેકરો પાસે દરેક લોકોની જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ હોય છે એનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ રૂપાણી જાહેરાત આપવા બાદ જે રીતે લોકો તેને અનુસરતા હોય છે અથવા તો પોતાના મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નંબર અન્ય સાથે શેર કરતા હોવાથી તેમની દરેક માહિતી ઉપલબ્ધ થઈ જતી હોય છે. તેરા મે હે કરો ના સાથી લોકોના મદદથી આ પ્રકારે વિવિધ એકાઉન્ટ માંથી નાણાં ખેંચી લેવામાં આવ્યા હતા, અને સાઇબર ફ્રોડ પણ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એક જ દિવસમાં કોસ્મોસ બેન્ક ના એટીએમ માંથી 80 કરોડ ઉપાડી લેવામાં આવ્યા છે. જે રકમની ઉચાપત કરવામાં આવી છે તે રકમ સમગ્ર દેશનાં 12 હજાર એટીએમ ખાતામાંથી ઉપાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં

હેકરોએ પોતાની સુધબુધ સાથે બેંકની ફેસેલીટી ના મેસેજ સિસ્ટમને પણ હેક કરી વિદેશમાંથી ઉચાપત કરી લીધી હતી. કેમ ને જ્યારે કરવામાં આવ્યો ત્યારે એક ઘટસ્ફોટ પણ થયો કે ભારત બહાર જે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા તે વિદ્યા કાડ મારફતે કરાયા હતા જ્યારે ભારતમાં રૂપે કાર્ડની મદદથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ પ્રકારની સ્થિતિનો સામનો આગામી સમયમાં કોઈ પણ લોકોએ ન કરવો હોય તો જરૂરી તમામ પગલાઓ લેવા ખૂબ જ અનિવાર્ય છે અને પોતાની માહિતીને ગુપ્ત રાખવી એટલે જ જરૂરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોભામણી જાહેરાતો અને લાલચ જે આપવામાં આવતી હોય છે તેમાં લોકો ફસાઈ ને પોતાની દરેક માહિતી પૂરી પાડે છે અને પરિણામે તેઓ સાઇબર ફ્રોડનો ભોગ બનતાં હોય છે.

જો લોકો આ સ્થિતિને અનુસરવામાં અથવા તો તેનું પાલન કરવામાં સફળ થશે તો તેમની સાથે જે સાયબર ગુના આચરવામાં આવતા હોય છે તેમાંથી તેઓ બચી શકશે અને પોતાના બેંક ખાતાને સલામત પણ રાખી શકશે હાલ માત્ર જરૂરિયાત એટલે જ છે કે લોકો પોતાની જાગૃતતા સાયબર ને લઈને કેળવે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.