Abtak Media Google News

કરોડો રૂપિયાનું આદાન પ્રદાન: ગરીબાઈની આંખો અશ્રુભીની! ક્રિકેટની અતિ લોકપ્રિય રમતનું રાષ્ટ્રીયકરણ કે રાજકીયકરણ?‘આપણા દેશમાં ‘જંગ’ની મોસમ આવી છે !લોકસભાની ચૂંટણીના જંગના પડધમ આરંભાઈ ચૂકયા છે. જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી મુકિત મોરચાના નેતા યાસિન મલિકનાં સંગઠન પર પ્રતિબંધ મૂકીને સરકારે સંભવિત જંગના નગારે ઘા કર્યો છે. આના પ્રત્યાઘાતમાં પીડીપીના અધ્યક્ષ તથા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથેની ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા મહેબુબા મુફતીએ કહ્યું છે કે, આ પ્રતિબંધ કાશ્મીરને ખૂલ્લી જેલમાં પલટાવી દેશે !

મૂફતીએ જણાવ્યું છે કે, સુરક્ષા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સંગઠનને બિનકાયદેસર ગતિવિધિ (અટકાવ) અધિનિયમના અલગ અલગ પ્રાવધાનો હેઠળ પ્રતિબંધીત કરવામાં આવ્યું છે. અને કેન્દ્રનું મંતવ્ય છે કે જેકેએલએફ આતંકવાદી સંગઠનોના સંપર્કમાં છે. તથા જમ્મુ કાશ્મીર તથા અન્ય સ્થળો પર ઉગ્રવાદને ઉશ્કેરી રહ્યા છે.

મૂફતીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં મુદાનો ઉકેલ લાવવા માટે યાસીન મલીકે ઘા સમય પહેલા હિંસાની ટીકા કરી હતી. તત્કાલીન વડાપ્રધાન વાજપેયીજીની મંત્રણા પહેલા તેમને એક પક્ષકાર તરીકે જોવા મળ્યા હતા તેમના સંગઠન પર પ્રતિબંધથી શું પ્રાપ્ત થશે? સરકારે યાસિક મલિકને ગદ્દાર તરીકે ઓળખાવ્યા છે. તેણે એક અલગતાવાદીનેતા સઈદ અલી શાહ ગિલાનીને પણ ગેરકાયદે વિદેશી ચલણ રાખવાના ગૂના માટે ફેમા ધારા હેઠળ ઝપટમાં લીધા છે.જમ્મુ-કાશ્મીરને સળગાવવાની તક શોધતા રહેલા જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી પરિબળો અને પાકિસ્તાન ભારત સરકારનાં આ પગલાથી છંછેડાશે અને બળતામાં ઘી હોમવાનાં કારસાં કરશે એવી શકયતાને સાવ નકારી શકાય તેમ નથી!

અહી ભાજપના આંતરિક જંગને પણ લક્ષમાં લેવો પડે તેમ છે. ભાજપના હમણા સુધીના વરિષ્ઠ અને કદાવર ગણાતા રહેલા નેતા શ્રી એલ.કે. અડવાણીને રાજકીય લાત મારીને ભાજપમાં ‘અનવોન્ડ’ની અમ્રછન્ન મ્હોર મારીને એમના હમણા સુધીના મત વિસ્તાર ગાંધીનગરની ટિકિટ નહિ આપીને તે અમિત શાહને આપવાની રાજરમત ખેલનાર મોવડીમંડળનો આ મત વિસ્તાર જવાબ માગે છે કે નહિ તે જોવાનું રહે છે.

જો શ્રી અડવાણીએ તેમના આ મત વિસ્તારને પોતાનો આરાધ્યદેવ માન્યો હોત અને તેની અવાર નવાર મુલાકાત લઈને મતદારોનો વિશ્ર્વાસ જીત્યો હોત તો અમિત શાહે ત્યાં ચૂંટણી લડવા જવાની ચેષ્ટા ન જ કરી હોત ! વળી, વડાપ્રધાન મોદી જે કારણે તેમના ગુજરાતનાં મત વિસ્તારનો ભરોસો છોડીને છેક વારાણસી ચૂંટણી લડવા ગયા, એવી સ્થિતિ સર્જાઈ ન હોત ! આ વખતે તેઓ બે મત વિસ્તારમાં ચૂંટણી લડવાની સંભાવના ખૂલ્લી થઈ જ છે! જોકે તેમણે વારાણસીથી જ ચૂંટણી લડવાનું ઘોષિત કર્યું છે, પણ બે મત વિસ્તારમાંથી ચૂંટણી નહિ જ લડવાનું જાહેર કર્યું નથી !…. આનાં ઉપરથી એવું ફલિત થાય છે કે તેઓ આ બાબતમાં હજુ દ્વિઘામાં છે, સ્પષ્ટ નથી !

ભાજપ આવા આંતરિક જગંની સંભવિત આફતમાંથી કેટલા હેમખેમ પાર ઉતરશે એનો આધાર હવે પછીની ઘટનાઓ ઉપર રહેશે!લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષો સામૂહિક રીતે અર્થાંત સંયુકત રીતે જંગે ચઢવામાં જે વિલંબ કરી રહ્યા છે તે તેમને પારાવાર નુકશાન કરશે એ નિર્વિવાદ છે.

૧૯૭૬માં લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં જે રીતે નિજી લાભાલાભને અભેરાઈએ ચઢાવીને એકસંપ બની ગયા હતા અને તમામ વિપક્ષોનાં પૂરેપૂરા વિલીનીકરણ સાથે નવા જનતાપક્ષની રચના કરીને ‘યાહોમ’ની જેમ કૂદી પડયા હતા. એ રીતે ઐકય સાધી લેવાનું અત્યારે અનિવાર્ય બની ચૂકયું છે. એમાં થતો રહેલો વિલંબ ભાજપને બળ આપશે અને તે વિપક્ષોનાં હિતોના ભોગે જ આપશે!ગમે તેમ, અત્યારે તો વિપક્ષી જંગની ભાજપ ઉપર કશી નોંધપાત્ર માઠી અસર નહિ થાય! આનો લાભ ભાજપને સરકારની રચના બાદ થનારી અગ્નિપરીક્ષાઓ વખતે પણ ઉપકારક બનશે…

હવામાનની પ્રતિકુળતાઓ સામે કેવો અને કેટલો જંગ ખેલવો પડશે, એ વિષે અત્યારે કાંઈ કહેવું એ બહુ વહેલુ લેખાશે?હા, આ બધા જંગ પૈકી સૌથી રોમાંચક જંગ તો ક્રિકેટ ક્ષેત્રે આઠ ધરખમ ટીમો વચ્ચે એકાવન દિવસનો જે આઈપીઅલે મહાજંગ ખેલાવાની (શનિવાર, તા.૨૨ માર્ચથી) શ‚આત થઈ ચૂકી છે. તે જ બનશે !આમાં કરોડો ‚પિયાનું આદાન પ્રદાન થશે. કરોડો લોકો મેચના સ્થળોએ અને ટીવી મોબાઈલ પર નિહાળશે પરંતુ દેશના તમામ તહેવારો, પર્વો અને ખુશાલીના અવસરોએ બને છે તેમ બેસુમાર ગરીબાઈની આંખો અશ્રુભીની થશે…

મનુષ્યની ગરીબાઈ જેવી બેરહમ મશ્કરી કોઈ કરતું નથી, એ કોણ નથી જાણતું? ક્રિકેટની રમત આપણા દેશમાં અત્યંત લોકપ્રિય છે. અને નાના મોટા સૌને રોમાંચિક કરે એટલી મનોરંજક પણ છે.આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એનું અનોખું આકર્ષણ છે. એ કલ્પનામાં ન આવે એટલી હદે ઉત્તેજના જગાડે છે. અને અધ્ધરશ્ર્વાસે જોવાની ફરજ પાડે એવાં ચઢાણ-ઉતરાણની પળો સર્જે છે.

એક અદના ક્રિકેટરે તો એવું કહ્યું છે કે, ‘ટું મી ક્રિકેટ ઈઝ વર્શિપ’ એટલે કે, ‘મારે મન તો ક્રિકેટ આરાધના છે, ઉપાસના છે, પૂજા છે’.ક્રિકેટની રમતની જુદી જુદી વ્યાખ્યા છે, જુદી માન્યતા છે.‘ક્રિકેટ ઈઝ અ ગેઈમ ઓફ લક… ક્રિકેટ ઈઝ ધ ગેઈમ ઓફ ચાન્સ’ક્રિકેટની રમત ‘ખેલ દિલી’નું પ્રતીક છે. ભાઈચારાનું પ્રતીક છે. વિશ્ર્વબંધુત્વનું પ્રતીક છે.ક્રિકેટનીરમત સામાજીક ભાઈચારાની અને બિરાદરીની ગરજ સારે છે.

ક્રિકેટ-જંગ એ એવો જંગ છે કે જેમાં માનવ-માનવ વચ્ચે, ક્રિકેટરો વચ્ચે નિદોર્ષ સ્પર્ધા થાય છે, તીવ્ર સ્પર્ધા થાય છે. કયારેક ઉશ્કેરાટ પણ જાગી જાય છે. અને લડાઈનું સ્વ‚પ દ્રષ્ટિગોચર થાય છે. અને અમ્પાયર્સ, મેનેજર્સ સુધી ગરમાગરમી પહોચે છે. પરંતુ એનો નિકાલ આવી જાય અને સમગ્ર મામલો શમી જાય તે પછી કડવાશ કટ્ટુતા રહેતા નથી મેચનાં આરંભમાં તથા મેચ સંપન્ન થાય ત્યારે બંને ટીમોના ખેલાડીઓ-કપ્તાનો હાથ મિલાવે છે. અને એક બીજા પ્રત્યે સ્મિતની આપ-લે કરે છે સારો દેખાવ કરનાર ખેલાડીઓ પ્રત્યે આદર અને અહોભાવ અભિવ્યકત થાય છે, પ્રશંસા પણ થાય છે.

ક્રિકેટની રમત ખેલાડીઓને જંગી કમાણી કરાવી આપે છે. અને માનપાનનાં ગૌરવભીનાં ચંદ્રકો પણ મેળવી આપે છે.કોઈપણ વેપાર ધંધામાં ન થાય એટલી કમાણી કરાવી આપે એવી કામગીરીઓમાં ક્રિકેટરો, અભિનેતા-અભિનેત્રીઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ટોચ કક્ષાના અમલદારો વગેરે હોવાનું આપણો સમાજ જાણે છે. શ્રીમંતોના અઢળક નાણામાં વધારો થતો જાય છે, બીજી બાજુ એમાનો નાનો સરખો હિસ્સો પણ ગરીબો-દરિદ્રો કે અકિંચનોના ભાગ્યમાં જતો નથી.

કેટલાક અભ્યાસીઓ, એવું સુચવે છે કે, બેંકોનાં રાષ્ટ્રીયકરણની જેમ ક્રિકેટની આ અત્યંત લોકપ્રિય રમતનું રાષ્ટ્રીયકરણ કરવાનું એ ક્ષેત્રનાં મહારથીઓ અને આપણા પરોપકારી મહાજનો ગંભીરપણે વિચારે, અથવા અઢળક આમદાનીની સામાજીક ન્યાયના ધોરણે કઈ રીતે વહેંચણી થાય તે શોધી કાઢવા વિષે વિચાર વિમર્શ કરે…

હજારો લોકોની વચ્ચે આબ‚ભેર બેસવાનો, રમત નિહાળવાનો હર્ષનાદો અને ખુશીની ચિચિયારીઓમાં જોડાઈને મનોરંજનની લાખેણી પળોને માણવાનો તથા શાળાઓ સ્કૂલોમાં પરીક્ષાઓ વખતે ક્રિકેટમેચ વિષે નિબંધ લખવાનો શું ગરીબોને અને પછાત વર્ગોનાં દિકરા દીકરીઓને હકક નથી?‘આઈપીએલ’ના પ્રયોજકો જો આનાં વિષે વિચારીને એનો પ્રમાણિક અમલ નહિ કરે તો એનાં માઠા પરિણામો આવી શકે, એ ભૂલવા જેવું નથી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.