પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધ્વજા યાત્રા નીકળશે ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
માતા પાર્વતીની 51 શક્તિપીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અંબાજી સહિત તમામ શક્તિપીઠો ના દર્શન કરી શકે, તે માટે વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મા પાર્વતીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી. તેમણે જ આ 51 શક્તિપીઠોનું ભૂમિપૂજન કર્યુ હતું. જેનું કાર્ય વર્ષ 2014માં પૂર્ણ થયું હતું. વર્ષ 2022થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળીને રાજ્યકક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી.
આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે (1) 9મી, ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજા યાત્રા નીકળશે. વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરૂઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફોરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે. બીજા દિવસે એટલે કે (2) 10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 11મી ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશૂળ યાત્રા યોજાશે.
ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગબ્બરના શિખર પર રાત્રે 12 વાગ્યે આરતી જેવા કાર્યક્રમો યોજાશે.
આરતી-દર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કયારે યોજાશે
અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરાયો છે.સવારની આરતી 7.30થી 8.00 વાગ્યે, દર્શન 09.30થી 11.30 વાગ્યે થશે. 11.30થી 12.30 વાગ્યે દર્શન બંધ રહેશે. 12.30થી 16.30 વાગ્યે દર્શન ચાલુ રહેશે. 16.30થી 19.00 વાગ્યે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી 19.00થી 19.30 વાગ્યે યોજાશે. સંધ્યા દર્શન 19.00થી 21.00 વાગ્યા દરમિયાન થઈ શકશે. 9થી 11 ફેબ્રુઆરીએ સાંજે 7.00થી રાત્રે 10.00 વાગ્યા દરમિયાન અંબાજીમાં ખેડબ્રહ્મા રોડ પર રબારી સમાજ ધર્મશાળા સામે ડી. કે. ત્રિવેદી બંગલોઝની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ ત્રણેય દિવસ સંધ્યા આરતી સાથે સાંજે 7.00થી 7.45 વાગ્યા દરમિયાન ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.