Abtak Media Google News

ડબલ સવારી બાઇકમાં નીકળેલા છ, સેનેટાઇઝર કે માસ્કની સુવિધા વિના સ્પા ચલાવતા અને મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખતા દુકાનદાર ઝપટે ચડયા

કોરોના વાયરસના કારણે લોક ડાઉન-૪ જાહેર કરી રાત્રિ દરમિયાન બીન જ‚રી બહાર ન નીકળવું, સાંજના ચાર વાગ્યા બાદ વેપારીઓએ દુકાન બંધ કરી દેવી અને ડબલ સવારી બાઇક પર નીકળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવા છતાં ૫૩ શખ્સો દ્વારા જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ધરપકડ કરી છે.

મેટોડાના અને સર્વેશ્ર્વર ચોકના ગ્રીન એકવા સ્પાનું સંચાલન કરતા સુરેશચંદ્ર રાજેન્દ્ર ડાભીએ જાહેરનામાનો ભંગ કરી ખુલ્લુ રાખી માસ્ક અને સેટેટાઇઝરની સુવિધા પુરી ન પાડતા તેની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

જાગનાથ પ્લોટના વિવેક રમણીક મોડાસરા, વિરાણી ચોકના ભરત છબીલદાસ ગણાત્રા, કોલેજવાડીના હિમાન્શુ રમેશ દાવડા, પ્રહલાદ પ્લોટના વિમલ નાનાલાલ રાણપરા, સંજય નરભેરામ રાઠોડ, ભગવતીપરાના શબ્બીર અસ્લમ જુણેજા, ફૈજલ શબ્બીર આરબ, રંગીલા સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલક ભીખા નાજા સોલંકી પોતાની રિક્ષામાં નિયત કરેલા મુસાફર કરતા વધુ પેસેન્જરને બેસાડતા જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા રજની શિવલાલ રાયમગાએ મા‚તિનગરમાં આવેલી દુકાન નિયત સમય કરતા વધુ સમય સુધી ખુલ્લી રાખતા પોલીસે ધરપકડ કરી છે. ગુ‚દેવ પાર્કના બ્રિજરાજ ચંદ્રેશ હેરભા અને મોહિલ હિતેશ ગજેરા, પ્રસાંત મુકેશ ધોળકીયા, જય જવાન જય કિશાન સોસાયટીના ભાવેશ ભલા મેઘાણી, ગંજીવાડાના રવિ સુરેશ સાકરીયા, રામનગરના કિશન રમેશ સોરાણી, બેડીપરાના હિતેશ કનકભાઇ જાંબુકીયા, ખોડીયારપરાના અમિત બાબુ ધોળકીયા, મોચી બજારના સફરાજ હુસેન શેખ, હસનવાડીના રવિ કિશોર ચાવડીયા, ચિરાગ કિરીટ પરમાર, દેવપરાના મહેશ રતિલાલ શિંગાળા, નિલકંઠ પાર્કના સદામ હુસેન કરિમ પરમાર, લક્ષ્મીવાડીના કૃણાલ શશિકાંત સોની, કેવડાવાડીના કરણ અશોક પારેખ, કુવાડવાના સાગર બાબુ ગોહેલ, ખિજડીયાના હકા કાળા સોલંકી, વજુ સોમા સોલંકી, કુવાડવાના વિશાલ સોમા સોમાણી, જાહિદ અબુમીયા શાહમદાર, અમીનશા રમઝાનશા શાહમદાર, આજી ડેમ ચોકડી પાસે મુકેશ ભૂપત જોગરાણા, પરસાણાનગરના હિતેશ વિજય આહુજા, અટિકાના વિરલ સુરેશ બારોલીયા, ઉદયનગરના હિતેશ મહાદેવ જેસડીયા, રાધેશ્યામ સોસાયટીના વિજય રામજી અમીપરા, મવડી ચોકના મુકેશ ગોવિંદ રામાવત, ભોમેશ્ર્વરના રાજેશ જીણાભાઇ મહાલીયા, બજરંગવાડીના હુસેન અસ્ફાક તૈલી, સંતોષીનગરના મનોજ રઘુ મકવાણા, મેસન માનસંગ, મહાવીર પાર્કના મિલન સંજય ખખ્ખર, ખોડીયારનગરના વિપુલ પ્રવિણ બગથરીયા, ભારતનગરના જીજ્ઞેશ વલ્લભ ભરડવા, મોટા મવાના મુકેશ મગન ગોહેલ, ધરમનગર આવાસ યોજનાના ત‚ણ જીવા વાડોદરીયા, મુકેશ ઘનશ્યામદાસ ગુલવાણી અને ચોટીલાના આણંદપરના અશોક ખીમજી દુદકીયા નામના શખ્સોની ધરપકડ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.