Abtak Media Google News

હેલ્પલાઈન નં. 83200 02000 પર સફિીક્ષફ વોટ્સએપ અને 1962 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત

 

અબતક,રાજકોટ

રાજયમાં ઉતરાયણના પર્વમાં પતંગ-દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં 20મી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2022 યોજવામાં આવશે  સવારે 9.00 કલાક પહેલાં અને સાંજે 6.00 કલાક પછી પતંગ ઉડાડીએ નહીં તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

તેમણે ઉમેર્યું કે વર્ષ 2017થી રાજ્યમાં કરુણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક સારી શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અંદાજે 55 હજારથી વધુ પક્ષીઓને આપણે સારવાર દ્વારા બચાવી શક્યા છીએ. ગત વર્ષે 9 હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે 750 પક્ષીઓના મૃત્યુ થયા હતા. ગત વર્ષના અનુભવના આધારે આ વર્ષે રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 764થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં સવારે 9.00 થી સાંજના 6.00 સુધી સારવાર અપાશે. આ વર્ષે આ તમામ કેન્દ્રોને ઓનલાઈન મેપ પર મૂકવામાં આવ્યા છે જેમાંથી કોઈપણ વ્યક્તિ રાજ્યના તમામ કેન્દ્રોની માહિતી સહેલાઈથી મેળવી શકશે. આ તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પર 83200 02000 પર સફિીક્ષફ વોટસએપ કાર્યરત કરાયું છે.

ઉપરાંત વિિંાંત://બશિ.ંહુ. સફિીક્ષફફબવશુફક્ષ લીંક ઉપર ક્લિક કરીને ચછ કોડ પણ કાર્યરત છે જેના દ્વારા નાગરિકો પક્ષી નિદાન કેન્દ્રોની વિગતો મેળવી શકશે. પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતાં પંક્ષી-પશુઓને સારવાર માટે શરૂ કરાયેલું આ કરુણા અભિયાન આજે અત્યંત આશિર્વાદરૂપ સાબિત થયુ છે. આ વર્ષે યોજાનાર અભિયાન દરમિયાન પશુપાલન વિભાગ હસ્તકના 376 સ્થાયી સારવાર કેન્દ્રો, 37 કરુણા એમ્બ્યુલન્સ તથા 52 જેટલા પશુ મોબાઈલ દવાખાના ખડેપગે તૈનાત રહેશે. અંદાજે 546 ડોકટર્સ અને 6,000થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.