Abtak Media Google News

જૂનાગઢનો લાલ પરમાર ભાઈઓમાં જયારે સિનિયર બહેનોમાં યુપીની તામસીસિંઘે મેદાન માર્યું

જૂનાગઢમાં  15મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના 13 રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરીમાં કુલ 548 સ્પર્ધકોએ ગિરનાર સર કરવા માટે દોડ લગાવી હતી. સિનિયર ભાઈઓમાં જૂનાગઢના લાલા પરમારે અને સિનિયર બહેનોમાં યુપીની તામસી સિંઘે પ્રથમ નંબર મેળવ્યો હતો. વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

Img 20230206 Wa0115

15મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવહોરણ સ્પર્ધા સિનિયર ભાઈઓ, જુનિયર ભાઈઓ, સિનિયર બહેનો અને જુનિયર બહેનો એમ અલગ અલગ કેટેગરીમાં યોજવામાં આવી હતી. ભાઈઓ માટે 5500 પગથિયાં અને બહેનો માટે 2200 પગથિયાનું અંતર રાખવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાયા બાદ આજે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સિનિયર બોયઝ્ 249, જુનિયર બોયઝ 128, સિનિયર ગર્લ્સ 83 અને જુનિયર ગર્લ્સ 168 મળી કુલ 545 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતની કઠિન ગણાતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિવ, દમણ , હરીયાણા , રાજસ્થાન ,ઉતરપ્રદેશ , મધ્યપ્રદેશ , બિહાર , ઝારખંડ , કર્ણાટક , જમ્મુ કશમીર , કેરલના સ્પર્ધકો પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

આ રાષ્ટ્રીય કક્ષાની આરોહણ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલા ચીમનભાઈ 56:58 મિનિટમાં આ સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો બીજા નંબર પર હરિયાણાના રાહુલે 58:50 મિનિટ,તેમજ હરિયાણા ના રામનિવાસે 01:01:42 માં સ્પર્ધા પૂરી કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશના તામસી સીંઘે 31:24 માં સ્પર્ધા પૂરી કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.તો હરિયાણાની સિંધુ રિતુરાજે 38.25 મીમાં બીજું સ્થાન અને હરિયાણાની અનિતા રાજપૂતે 38:58મી માં સ્પર્ધા પૂર્ણ કરી હતી.સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનારને 50,000 બીજો નંબર મેળવનારને 25,000 અને ત્રીજો નંબર મેળવનાર સ્પર્ધકને 15,000 નું ઇનામ તેમજ ટ્રોફી ,સન્માન પત્રો આપી વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંબાજી ખાતેની શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષાવૃત્તિ કરી રહેલા બાળકોને સર્વાંગી વિકાસ માટે આગળ આવી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે હોસ્ટેલ સહિતની સવલતો આપી. તેના પરિણામે આજે આ બાળકો જુદી- જુદી સ્પર્ધામાં આગળ વધી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ ઇડરિયા ગઢની સ્પર્ધામાં બાજી માર્યા બાદ, પાંચ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.