Abtak Media Google News

બોર્ડને 20 હજાર અરજીઓ મળી હતી, 15 જુલાઈ સુધીમાં વેબસાઈટ પરથી અરજીના માહિતીના આધારે રિપોર્ટ ડાઉનલોડ કરી શકાશે

આશરે એક મહિના પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે ગુણ ચકાસણી માટે અરજી કરે છે અને આ વખતે પણ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ સમક્ષ અરજી કરી હતી. બોર્ડ દ્વારા અરજીઓ સ્વીકારાયા બાદ ગુણ ચકાસણી કરતાં 367 વિદ્યાર્થીઓના માર્કમાં ફેરફાર કરવામાં આવ્યો હો. જેમાંથી 55 વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થતાં તેઓ નાપાસમાં પાસ થયા હતા. આ સિવાય ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે તેમના ફોર્મ પણ બોર્ડ દ્વાકા જ અપલોડ કરવામાં આવશે અને તેની જાણ તેમને કરી દેવામાં આવશે.

માર્ચ મહિનામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી અને 6 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ ગુણ ચકાસણી માટે બોર્ડ દ્વારા અરજીઓ મગાવવામાં આવી હતી. ત્યારબાદ ગુણ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂરી થતાં બોર્ડ દ્વારા અંતિમ સુધારો દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ 15 જુલાઈ સુધી તેમના દ્વારા કરવામાં આવેલી અરજીની વિગતોના આધારે રિપોર્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.

ધોરણ 10ના રિઝલ્ટ બાદ આશરે 20 હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ચકાસણી કરાતાં 367 વિદ્યાર્થીઓના ગુણમાં ફેરફાર થયો હતો. ચકાસણી દરમિયાન 15 ઉત્તરવહીઓમાં 10 કે તેથી વધુ ગુણ સુધર્યા છે. અમુક ઉત્તરવહીઓમાં તો આખો પ્રશ્ન જ જોવાનો રહી ગયો હતો. કેટલીક ઉત્તરવહીમાં અંદરના પાને જવાબમાં માર્ક્સ આપ્યા હોય પરંતુ મુખ્ય પાના પર કુલ માર્ક લખવાના રહી ગયા હોવાથી સરવાળામાં ભૂલ હોવાના કિસ્સા સામે આવ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી ગુણ ચકાસણી દરમિયાન 55 વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થતાં તેમને નાપાસમાંથી પાસ જાહેર કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.