Abtak Media Google News

ભારતીય એરટેલ ૨૯૩૬.૫૦ લાખ ગ્રાહકો અને સૌથી વધુ ૩૩.૨૫ ટકાના બજાર હિસ્સાની સાથે બની ઉચ્ચતમ કંપની

દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન સહિતની સાત કંપનીઓના મોબાઈલ સબસ્ક્રાઈબરમાં ૫૬.૮૦ લાખનો વધારો નોંધાયો છે. જે સંખ્યા હવે ૮૯૫૨.૫૦ લાખે પહોચી છે. આ મોબાઈલ સબસ્ક્રાઈબર સંખ્યામાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમનો પણ સમાવેશ છે.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમને છોડતા મોબાઈલ સબસ્ક્રાઈબરની માર્ચ ૨૦૧૭ના અંતમાં સંખ્યત ૮૨૩૧ લાખ જેટલી હતી, સેલ્યુલર ઓપરેટર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા એક અહેવાલમાં જણાવ્યું કે, માર્ચ ૨૦૧૭ સુધીમાં મોબાઈલ ફોન સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધીને ૮૯૫૨.૫૦ લાખે પહોચી ગઈ છે. જયારે માર્ચ મહિનામાં અગાઉની સરખામણીએ ૫૬.૮૦ લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર વધ્યા છે.

ભારતી એરટેલ કંપનીએ મોબાઈલ ફોન સબસ્ક્રાઈબર્સ વધારામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. માર્ચ દરમિયાન ૩૦ લાખ વધુ ગ્રાહકો આવરી કુલ સંખ્યા ૨૭૩૬.૫૦ લાખે પહોચી હતી ભારતી એરટેલ બજારમાં ૩૩.૨૫ ટકા સાથે સૌથી વધુ શેર ધરાવે છે. જયારે વોડાફોન પાસે ૨૦૯૦.૬૦ લાખ આઈડીયા સેલ્યુલર પાસે ૧૯૫૩.૭૦ લાખ અને રિલાયન્સ પાસે ૭૨૧.૫૮ લાખ સબસ્ક્રાઈબર્સ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.