Abtak Media Google News

આજના 21મી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજીએ આપણું વ્યવહારુ જીવન ખૂબ સરળ બનાવી દીધું છે. મોટાભાગની સેવાઓ ઘેર બેઠાં મળતી થઈ ગઈ છે પણ કહેવાય છે ને કે આ ટેકનોલોજી, આધુનિક તકનિકીઓ સિક્કાની બે બાજુની જેમ સારી અને નરસી બંને છે. એક તરફ વિશ્વ આખું 2G, 3G અને 4Gની દુનિયાને પાછળ છોડી 5G થી માંડી 10G ટેકનોલોજીને માટે લાગી ગયું છે. ભારતમાં પણ લોકો, કંપનીઓ 5G ટેકનોલોજી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ 5G ટેકનોલોજી અમલમાં આવે તે પહેલા જ ભારતમાં વિરોધસુર ઉભો થઈ ગયો છે.

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા જે શરૂઆતથી જ 5G ટેક્નોલોજીના વિરોધમાં હતા. તેને 5G ટેક્નોલોજી સામે હાનિનો દાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે. અભિનેત્રી જુહી ચાવલાના આ વિરોધ પાછળ કારણોની વાત કરીએ તો આ ટેક્નોલોજીથી જે રેડિએશન બહાર આવે છે તે ખતરનાક છે. જે માણસ અને પશુઓને વધુ નુકસાન પોહચાડી શકે તેમ છે. આથી અભિનેત્રી જૂહી ચાવલાએ કોર્ટમાં દાવો ઠોકી 5G ટેકનોલોજીને પર રોક લગાવવા માંગ કરી છે.

જૂહી ચાવલા ઘણા સમયથી લોકોમાં 5G ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિએશન વિશે જાગૃતિ ફેલાવે છે. અભિનેત્રીએ પોતાની અરજીમાં માંગ કરી છે કે 5G ટેક્નોલોજી લાગુ કરતાં પહેલાં, તેના સંબંધિત તમામ પ્રકારના પરિબળો પર અધ્યયન થવુંજોઇએ અને તે પછી જ ભારતમાં અમલીકરણ માટે આ ટેક્નોલોજીનો વિચાર કરવો જોઇએ.આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે 5G વાયરલેસ નેટવર્કને લઈ જુહી ચાવલાની અરજી પર આગામી 2 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

જૂહી ચાવલાએ પોતાની અરજી દ્વારા કેન્દ્રીય ટેલિકમ્યુનિકેશન્સ મંત્રાલયને અપીલ કરી છે કે 5G ટેક્નોલોજી લાગુ કરતાં પહેલાં, તેનાથી સામાન્ય લોકો, પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ પર કેવી અસર પડે છે ? તેનો નજીકથી અભ્યાસ કરવાની જરૂરી છે. આ સમગ્ર બાબત પર જૂહી ચાવલાએ વધુમાં કહ્યું કે ” અમે ટેક્નોલોજીને લાવવા માટે વિરોધ નથી કરતા, અમે તો ટેક્નોલોજીના સાધનનો આનંદ માણીએ છીએ. પરંતુ વાયરલેસ ટેક્નોલોજીના ઉપયોગ કરતી વખતે આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે તેના રેડિએશન લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબજ જોખમી છે.

આ અગાઉ 2018માં પણ અભિનેત્રી ચાવલાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન તેમજ મોબાઇલ ટાવરો અને વાઈ ફાઈ હોટસ્પોટ્સમાંથી નીકળતા રેડિએશનથી પર્યાવરણ વિશે નુકસાન અંગે દહેશત વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે સરકાર ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આંખ આડા કાન કરી 5G તકનીકનો અમલ કરી રહી છે. જે ગેરમાન્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.