Abtak Media Google News

7.1ની તિવ્રતાનો ભૂંકપ, સુનામીની ચેતવણીની અપાઈ

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના કાંઠાથી દૂરના ભાગે શુક્રવારે આવેલા જોરદાર ભૂકંપમાં 7 વ્યક્તિઓના મોત થયા, જ્યારે અન્ય 85 જણ ઘવાયા છે. રિચર સ્કેલ પર 6.2ની તીવ્રતા દર્શાવતી આ ધૂ્રજારીથી ઇન્ડોનેશિયા ઉપરાંત પડોશના મલેશિયા અને સિંગાપોરના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.  ભૂકંપના પગલે પાસામાન જિલ્લામાં બે બાળકો સહિત ચાર વ્યક્તિઓ, જ્યારે પશ્ચિમ પાસામાનના પડોશી જિલ્લામાં અન્ય ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પશ્ચિમ પાસામાનનો આ પડોશી જિલ્લો ભૂકંપના એપિસેન્ટરથી નજીક હોઇ અહીં ડઝનબંધી મકાનો અને ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે, એમ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવકતાએ કહ્યું.

ન્યુઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ નજીકના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના કર્માડેક દ્વીપમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ નજીકના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની અંદર જણાવવામાં આવી રહ્યું છે.

ન્યુઝીલેન્ડનો વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. તે વિશ્વની બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટ પેસિફિક પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટની સીમા પર સ્થિત છે. ન્યુઝીલેન્ડમાં દર વર્ષે હજારો ભૂકંપ આવે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તે ધરતીકંપની પ્રવૃત્તિના ક્ષેત્રની ધાર પર સ્થિત છે, જેને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.