Abtak Media Google News

રાજ્યમાં મોબાઇલ ઉપભોક્તાઓની સંખ્યા 8.17 કરોડ આંબી

મોબાઇલનો ઉપયોગ કરવામાં ગુજરાતવાસીઓ અન્ય રાજ્યના લોકોને પાછળ છોડી રહ્યાં છે. રાજ્યમાં ઓક્ટોબર માસમાં મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 6.52 લાખનો ઉમેરો નોંધાયો છે.

ગુજરાતમાં ઓક્ટોબર માસમાં એલએસએની નોંધપાત્ર ટેલિકોમ વૃદ્વિ થઇ છે. 6.52 લાખ નવા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે અને મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 8.17 કરોડે આંબી છે. ગુજરાત એલએસએની ટેલી ડેન્સિટી 115.4% છે. 20 હજાર નવી વાયર લાઇન/ ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ નવી વાયર લાઇન/ ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 14 લાખ થઇ ગઇ હતી.

5.94 લાખ નવા વાયરલેસ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ વાયરલેસ ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રબર્સની સંખ્યા 4.97 કરોડ થઇ હતી. 675 નવા મોબાઇલ ટાવર ઉમેરવામાં આવ્યા અને મોબાઇલ ટાવરની કુલ સંખ્યા 140535એ પહોંચી છે. 303 મોબાઇલ ટાવર ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડાયેલા હતા અને ઓપ્ટિકલ ફાઇબર પર કુલ સંખ્યા 49975 થઇ ગઇ હતી. 562 નવા ફોરજી બીટીએસ ઉમેરવામાં આવ્યા હતા અને ફોરજી બીટીએસ કુલ સંખ્યા 103013 થઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.