Abtak Media Google News

એલ.સી.બી.નો પાડેલા દરોડામાં કુલ રૂ.10.79 લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે એલસીબી પીઆઈ ઓડેદરા, પીએસઆઇ ગોહીલ સ્ટાફ ના મહેશભાઈજાની,જયુભા વાઘેલા,નરેન્દ્રસિહ રાણા, મહીપાલસિહ ,અનિલભાઈ ગુજરાતી,રુપકભાઇ સહીત ના એ કાનપર રોડ, શક્તિ પ્લોટમાં આવેલ ભરત મનજીભાઇ પરમારનાં રહેણાંક મકાનમાં પ્રભાત જયતાભાઇ ડાંગર તથા મહેશ પ્રભાતભાઇ રાઠોડ મારફતે બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીન પત્તીનો નસીબ આધારીત હારજીત નો જુગાર રમી રમાડતા હોય જુગારનો અખાડો પકડી પાડી હારજીત નો જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.3,50 લાખ તથા ગંજીપતાના પાના કિ.રૂ. 00/- તથા નવ મોબાઇલ ફોન કિ.રૂ. 29,500/- તથા બે ફોર વ્હીલ વાહન કિ.રૂ. 7 લાખ સાથે મળી કુલ કિ.રૂ.10,79,500/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓ ભરત મનજીભાઇ પરમાર ઉ.વ. 46 , મહેશ પ્રભાતભાઇ રાઠોડ ઉ.વ. 39 , હરેશ પ્રભાતભાઇ રાઠોડ, સરફરાજ અબ્દુલભાઇ દલ  ઉ.વ. 29 રહે. વીજપડી ગામ, ચીખલી રોડ, વી.ડી.નગદીયા હાઇસ્કુલની બાજુમાં ભાડેથી તા. સાવરકુંડલા જી.અમરેલી, જયેશભાઇ બાલાભાઇ ચૌહાણ ઉ.વ. 30 રહે- જેસર, બસ સ્ટેશન પાસે, જોગી શેરી તા. જેસર તેમજ વિરાજ ઉર્ફે ટેગો કિશોરભાઇ ચાવડા ઉ.વ. 31 રહે- લાઠી, દરબારી ચોક, સ્વેતા પાટી

હાલ- જસદણ, ખાનપર ચોકડી, ધરતી હાઇટ્સ બ્લોક નં. 401, વિક્રમ કાળુભાઇ ચાવડા ઉ.વ. 33 રહે- કુંકાવાવ ધનશ્યામનગર તા. વડીયા જી.અમરેલી, સંજયભાઇ નગીનભાઇ જીંજુવાડીયા  ઉ.વ. 51 રહે- અમરેલી, લાઠી રોડ, ગોકુલધામ સોસાયટી શેરી નં.ર જી.અમરેલી, રાજેશ અરજણભાઇ ગરણીયા  ઉ.વ. 47 રહે. વીંજીવડ ગામ, ગોંદરામા તા. ગોંડલ,  વેલજી આતુભાઇ મેવાડા જાતે- ભરવાડ ઉ.વ 39 રહે- ગારીયાધાર, વીરડી રોડ, શક્તિ પ્લોટ તા. ગારીયાધાર જી.ભાવનગર વાળાઓ ને ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.