રાજકોટમાં રૈયા ચોકડી પાસે રૂડાની આવાસ યોજનામાં ૬ ફ્લેટ ખાલી:૧૯મી સુધીમાં અરજી કરી શકાશે

પ્રધાનમંત્રી આવાસ યોજન હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વાર્ષિક રૂ. ૩ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. પ.પ૦ લાખની કિંમતના ઈ ડબલ્યુ એસ-૨ પ્રકારના અંદાજીત ૩૯.૯૭ ચો. મી.ના આવાસોનું નિર્માણ રૈયા ટીપી ૧, ફાઈનલ પ્લોટ નં ૫૭૨, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાગરિક બેંકની બાજુની સાઈટ ખાતે બની રહ્યા છે. જે આવાસો પૈકી કુલ ૬ આવાસો ખાલી રહેલ છે જે માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન અનુસાર ભારતમાં રહેણાંક મકાન/પ્લોટ/ફ્લેટ ન ધરાવનાર કુટુંબનાં વ્યક્તિ આવક ધોરણના આધારે સબંધિત આવાસ યોજના અંતર્ગત આવાસ મેળવવા માટે અરજી કરી શકે છે. ઉક્ત સાઈટ માટે આવેલ અરજીઓ પૈકી કુલ આવાસના ૨૦% લેખે ૨૬ અરજીઓને વેઈટીંગ યાદીમાં અનામત રાખવામાં આવશે. આ આવાસો મેળવવા માટેનું નિયત નમુનાનું અરજી ફોર્મ રૂા. ૧૦૦/-(કે જે નોન રીફન્ડટેબલ છે)ની ફી ભરી કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેરની તમામ શાખાઓ તેમજ રૂડા કચેરીએ ૧૯મી ડિસેમ્બર સુધી બેંકના રોકડ વ્યવહાર સમય દરમિયાન મેળવી શકાશે. નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૯મી સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે પ્રથમ હપ્તા (ડીપોઝીટ)ની રકમ રૂ.૨૦,૦૦૦ /- જમા કરાવવાની રહેશે. આ મુદત બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝડ ડ્રોથી કરવામાં આવશે. ડ્રો બાદ આવાસ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www. rajkot ruda.com   www. rajkot uda.co.in  પરથીઆજથી  તા. ૧૯મી સુધી ફોર્મ ભરી શકાશે.લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯ ૨૬૧૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.