Abtak Media Google News

રાજ્યના ૧૯ હજાર ગામડાઓને આવરી લેતી ભારતનેટ-૨ યોજનામાં થતી ઝડપી કામગીરી: ચાર મહિનામાં ૩૬ હજાર કિ.મી.નું કામ પૂર્ણ થશે

વડાપ્રધાન મોદીના ભારત નેટ પ્રોજેકટને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. આ પ્રોજેકટ હેઠળ ખાસ કરીને ગુજરાતમાં ૧૯ હજાર ગામડાઓને ૧ ગીગાબાઈટ પર સેકેન્ડ (જીબીપીએસ) ઈન્ટરનેશ સ્પીડ મળી રહે તેવા હેતુથી ભારત નેટ યોજના હેઠળ છેલ્લા ૧૦ મહિનામાં ૧૮ હજાર  કિ.મી. ઓપ્ટીકલ ફાઈબર આધારીત નેટવર્ક પારવામાં આવ્યું છે.

આ મામલે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લીમીટેડના ડાયરેકટર ધર્મેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, છેલ્લા ૧૦ મહિનામાં ૧૮ હજાર કિ.મી. ફાઈબર પારવાનો ઈતિહાસ અમે રચ્યો છે. આ કામ ઈન્ડિયન ટેલીફોન ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી સરળતાથી પૂરું થયું છે. અહીં નોંધનીય છે કે, જીએફજીએનએલ ગુજરાત સરકારનું જ ખાસ સાહસ છે. અગાઉ ગુજરાત સરકારે ઈન્ફાસ્ટ્રકચરની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જો કે, આ ટેન્ડરની શરતો અને સર્વિસ માટેની માંગણીઓ વધુ હોવાથી સ્ટેરલાઈટ ટેકનોલોજી લીમીટેડ, હિમાચલ ફયુચરીસ્ટીક કોમ્યુનિકેશન અને વિંધ્યા ટેલીલીંક સહિતની કંપનીઓએ આ પ્રોસેસમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ ૨૦૨૦ સુધીમાં ગુજરાતની ૩૨૦૦ ગ્રામ પંચાયતમાં ભારત નેટ હેઠળ કામગીરી શરૂ થઈ જશે. આ કામગીરી હેઠળ કુલ ૩૬ હજાર કિ.મી.ના કેબલ પારવામાં આવશે. આ કામગીરી હવે આગામી ચાર મહિનામાં પૂરી કરવાની રહેશે. દર અઠવાડિયે કંપની દ્વારા ૮૦૦ કિ.મી.ની કામગીરી કરવામાં આવે છે. જેથી આગામી સમયમાં ગામડાઓમાં ૧ જીબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ આપવાની સરકારની ઈચ્છા ઝડપી પૂર્ણ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

7537D2F3 7

વિગતો મુજબ સરકાર પોતાનું નેટવર્ક પ્રસપિત કરતી હોય તેવા ૮ રાજ્યો પૈકી ગુજરાત એક છે. જેના હેઠળ પેકેજ-એ સરકારની આઈટીઆઈને ફાળવાયું છે. જ્યારે અન્ય પેકેજ બે ખાનગી કંપનીઓ પાસે છે. પેકેજ-એ હેઠળ ૬૫૦૦ કિ.મી.નું ફાઈબર બિછાવવામાં આવશે.

જેનાથી ૧૪૨૫ ગામડાઓને આવરી લેવાશે. જ્યારે પેકેજ-બી હેઠળ ૯૮૦૦ કિ.મી. કેબલ પરાશે. જેનાથી ૧૭૫૦ ગામડાઓ આવરી લેવાશે. સરકારની સંસ આ યોજના હેઠળ ૪૦૦ જેટલી ઓપ્ટીકલ લાઈન ટર્મીનેશન એકસચેન્જને સપવાનો પ્લાન ઘડી રહી છે. જેનાથી ભારત સંચાર નિગમ લીમીટેડ એટલે કે, બીએસએનએલ ઉપરનું સરકારનું ભારણ ઘટશે.

ગુજરાતની સાથો સાથ મહારાષ્ટ્ર, ઓરીસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલગણામાં પણ સરકારની આ સ્કીમ હેઠળ કામગીરી ચાલી રહી છે. ભારતમાં કુલ ૨.૫ લાખ ગામડાઓને પ્રોજેકટ હેઠળ આવરી લેવાશે. જો કે ગત મહિના સુધીમાં ૩,૮૮,૦૦૦ કિ.મી. જેટલો ફાઈબર પારવામાં આવ્યો છે. જેનાથી ૧,૪૨,૬૭૮ ગામડાઓ કનેકટ થઈ શકયા છે. અહીં નોંધનીય છે કે, મોદી સરકારનો આ પ્રોગ્રામ યુપીએ-૨ સરકાર દ્વારા ૨૦૧૧માં મુકાયેલી યોજનાને આગળ ધપાવવાનું કામ છે. આ યોજના ૨૦૧૧માં શરૂ થઈ હતી. જો કે મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ તેની ડેડલાઈન વારંવાર મીસ થતાં હવે તેને ૨૦૨૦ના માર્ચ મહિના સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ રખાયો છે. જે પૈકી ૪૦ ટકા કામ હજુ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.