Abtak Media Google News

કોંગ્રેસમાં સંભવીતોની લાંબી યાદી સામે ભાજપમાં કિરીટસિંહ રાણા સર્વમાન્ય ઉમેદવાર

ઝાલાવાડમાં ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે. રાજકીય પક્ષોમાં ઉમેદવારો ની પસંદગી ની અટકળો વચ્ચે નેતાઓ  અને તેમના ટેકેદારો તેમજ કાર્યકર્તાની દોડધામ વધી રહી છે. લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં તો સંભવિત ઉમેદવારોની પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પાસે લાંબી યાદી પહોંચી છે તો સામે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં લીંબડી બેઠક માટે ફક્ત એક જ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા ના નામનો જ પ્રસ્તાવ રજૂ થયો છે. પેટા ચૂંટણીમાં જંગી મતો ની સરસાઇથી વિજેતા બનેલા કિરિટસિંહ રાણા ને ભાજપ ફરી ટિકિટ આપી રીપીટ કરશે એવી સંભાવના જોવા મળી રહી છે.

કોળી પટેલ મતદારો નુ પ્રભુત્વ ધરાવતી  લીંબડી ચુડા અને સાયલા એમ ત્રણ તાલુકાને આવરી લેતી બેઠક પર કોંગ્રેસ કોળી પટેલ સમાજમાં નેતા ને મેદાનમાં ઉતરશે તો ભાજપ મા તો ફરી કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા ને જ રીપીટ કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.

Kiritsinh Rana Bjp

2017 ની વિધાનસભા ચુંટણીમાં પાટિદાર આંદોલન અને જ્ઞાતિવાદ ના સમીકરણો ને લઇ કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલે ભાજપ કિરિટસિંહ રાણા ને હરાવીને આ બેઠક જીતી લીધી હતી. પરંતુ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસમાં થી રાજીનામા આપી દીધા એમાં 61 લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ એ પણ રાજીનામું આપી દીધું હતું અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ને હરાવીને ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા એ આ બેઠક પર જંગી મતોની સરસાઈથી વિજેતા બન્યા હતા અને ભુપેન્દ્રભાઇ પટેલ ની સરકાર રચાઈ તો એમાં મંત્રી મંડળમાં નો રિપિટ થિયેરી નો કડક અમલ હોવા છતાં કિરિટસિંહ રાણા કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવવામાં સફળ થયા હતા.

તો બીજી તરફ કોંગ્રેસ આ વખતે કોળી પટેલ મતદારો ને અંકે કરવા કોઈ જ કસર કે બાંધછોડ કરવા તૈયાર નથી. કોંગ્રેસ માથી  આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે કલ્પનાબેન મકવાણા નું નામ મોખરે ચાલી રહ્યું છે તો જો તેમના ભાઈ અને ચોટિલા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા ને આ વખતે લીંબડી બેઠક પર થી લડાવે તો નવાઈ નહીં.   લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપમાં કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા સિવાય ભાજપ પાસે હાલ અન્ય  કોઈ દાવેદાર નો વિકલ્પ દેખાતો નથી.જો કોંગ્રેસ ભગીરથસિંહ રાણા ને ટિકિટ આપશે તો લીંબડી વિધાનસભા બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે જંગ જામે તો પણ નવાઈ નહીં.

આ ઉપરાંત વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ના પીઢ નેતા અને ગુજરાતના પુર્વ પંચાયત મંત્રી સ્વ જનકસિંહ ઝાલા ના પુત્ર અને  ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને વ્યવસાયે ડોક્ટર એવા ડો. રૂદ્રસિંહ જનકસિંહ ઝાલા નું વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.