ગુજરાતમાં પાંચ વર્ષથી નાની વયના ૬૨ ટકા બાળકોમાં હિમોગ્લોબિનની ખામી

children | health
children | health

વર્ષ ૨૦૦૬ બાદ આરોગ્ય ક્ષેત્રે અઢળક નાણાનો ખર્ચ છતાં યોગ્ય પરિણામ ન મળ્યા હોવાનું નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના આંકડાથી થયું ફલીત

વર્ષ ૨૦૦૬ બાદ રાજય સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે પરંતુ કરોડો ‚પિયાના વેડફાટ છતાં બાળકોના સ્વાસ્થ્યમાં નિર્ણાયક સકારાત્મક પરિણામો જોવા મળ્યા ની. વિશ્ર્વ આરોગ્ય સંસના આંકડા મુજબ રાજયમાં પાંચ વર્ષથી નાની વયના ૬૨ ટકા બાળકોમાં હિમોગ્લોબીનની ખામી છે. આ આંકડા સરકારની આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળતા છે.

ગુજરાતના બાળકોમાં એનેમિયાનું પ્રમાણ ભયંકર સ્તરે હોવાનું વિશ્ર્વ આરોગ્ય સંસના આંકડા પરી ફલીત થાય છે. હિમોગ્લોબીનની ખામીના કારણે માનસીક વિકાસ અવરોધાય છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ના આંકડા અનુસાર રાજયમાં કુપોષણ, ગરીબીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં નવજાત મૃત્યુદર એકંદરે ઘટયો છે. અલબત ગ્રામ્ય વિસ્તારોમાં આ દર ઘટાડવામાં સરકારને અસરકારક સફળતા મળી નથી. નેશનલ ફેમીલી હેલ્ સર્વે અનુસાર શહેરી વિસ્તારના ૬ થી ૫૯.૫ ટકા બાળકો અને ગ્રામ્ય વિસ્તારના ૬૪.૬ ટકા બાળકો વર્ષ ૨૦૦૫-૦૬માં એનેમિયાથી પીડાતા હતા. ગર્ભવતી મહિલાઓમાં પણ આ પ્રમાણ વધુ હતું. આ જ સંસના ૨૦૧૫-૧૬ના સર્વે અનુસાર હજુ આ સ્થિતિમાં કોઈ અસરકારક ફેરફાર થયો નથી. ૬ થી ૮ મહિનાના બાળકોને આરોગ્યલક્ષી ભોજનનું પ્રમાણ ૫૪ ટકાથી ઘટાડી ૪૯ ટકાએ પહોંચ્યું છે.