રાજ્યના 14 જિલ્લામાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 630 કરોડનું પેકેજ જાહેર

ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે: છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુર, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લામાં નુકસાન આકારણી સર્વે કર્યા બાદ પેકેજની જાહેરાત કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ર0રરની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.  રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે. અંદાજે 9.1ર લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે. 14 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકાઓના રપપ4 ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. 33 ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. 630.34 કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે . રાજ્યમાં ર0રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું. છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ0 તાલુકાઓના રપપ4 ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ 630.34 કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.  રાજ્યમાં અંદાજે 9.1ર લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે.  કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું કે, આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દિઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જઉછઋ તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ. 30,000 ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (જઉછઋ બજેટ માંથી રૂ.13500 પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટ માંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.

કેબિનેટ બેઠકમાં રાહત પેકેજને અપાઈ મંજૂરી

અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આનાથી 14 જિલ્લાના 2,554 ગામોના લગભગ આઠ લાખ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે.

નુકસાનના સર્વે કર્યા બાદ પેકેજની જાહેરાત

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુર, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડા જિલ્લામાં નુકસાન આકારણી સર્વે કર્યા બાદ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.