Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે જેમાં 19 જિલ્લાની 89 બેઠકો પર સરેરાશ 62.89 ટકા મતદાન થયું છે જે 2017 ની ચૂંટણી કરતા ૭ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.

ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ સામાન્ય જનતાને ચૂંટણી બાબતે બહુ ઓછા ન હોય તેવું જોવામાં આવી રહ્યું હતું જેની ચોખ્ખી અસર  અને દેખીતું પરિણામ મતદાન પર જોવા મળ્યું છે 2017 કરતાં આ વખતની ચૂંટણીમાં મતદાન ઘટ્યું છે તો આવો જોઈએ ગુજરાતના 19 જિલ્લાઓમાં કેટલું મતદાન કયા કયા જિલ્લામાં ઘટ્યું છે.

19 જિલ્લામાં કેટલું વોટિંગ અને 2017થી વધઘટ

જિલ્લો20172022વધઘટ
અમરેલી61.84%57.06%-4.78%
ભરૂચ73.42%63.08%-10.30%
ભાવનગર62.18%57.81%-4.37%
બોટાદ62.74%57.15%-5.59%
ડાંગ73.81%64.84%-8.97%
દ્વારકા59.81%59.11%-0.70%
સોમનાથ69.26%60.46%-8.80%
જામનગર64.70%56.09%-8.61%
જૂનાગઢ63.15%56.95%-6.20%
કચ્છ64.34%55.54%-8.80%
મોરબી73.66%67.65%-6.01%
નર્મદા80.67%73.02%-7.65%
નવસારી73.98%66.62%-7.36%
પોરબંદર62.23%53.84%-8.39%
રાજકોટ67.29%57.68%-9.61%
સુરેન્દ્રનગર66.01%60.71%-5.30%
સુરત66.79%60.01%-6.78%
તાપી79.42%72.32%-7.10%
વલસાડ72.97%72.73%-7.10%
કુલ68.33%62.89%-7.80%

 

ચૂંટણીપંચની વેબસાઈટ પ્રમાણે 89 બેઠક પર 62.89 ટકાથી વધુ મતદાન નોંધાયું

તાપીમાં સૌથી વધુ 76.91 ટકા મતદાન થયું

બોટાદમાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું

પ્રથમ તબક્કાની 19 જિલ્લાની સીટોમાંથી ફક્ત 10 જિલ્લામાં જ ૬૦ ટકાથી વધુ વોટીંગ થયું છે તેમાં પણ દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટામાં સૌથી વધુ મતદાન થયું છે.

આદિવાસી વિસ્તારની 14 સીટ પર સરેરાશ 70% જેટલું ઊંચું મતદાન થયું છે

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકીય હલચલ માટે જવાબદાર ગણાતા એવા પાટીદારોની 37 બેઠક પર 8% મતદાન ઓછુ થયું છે મોટી સંખ્યામાં પાટીદારો મતદાન થી દૂર રહ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.

2017 ની ચૂંટણીમાં આ પ્રથમ તબક્કાની 89 સીટોમાંથી 50 સીટો ભાજપને મળી હતી જેમાં ૮ ટકા જેટલું નીચું મતદાન નોંધાયું છે અહીંની સીટો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે કોંગ્રેસે 89 પૈકી 36 બેઠકો જીતી હતી જેમાં 6.50% જેટલું મતદાન ઓછું થયું છે આ બેઠકો પર કુલ મતદાન 61% જેટલું રહ્યું છે જેથી કહી શકાય કે આ વખતે નું મતદાન નિરસ અને ઉત્સાહ વગરનું રહ્યું હતું પરંતુ તેનું પરિણામ પર કેવી અસર રહેશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.