રાજકોટ જિલ્લાના 7 નાયબ મામલતદારોને મળશે મામલતદાર પદે પ્રમોશન

રાજ્યના 600 જેટલા નાયબ મામલતદારને બઢતી આપવા માટે મહેસુલ વિભાગે કમર કસી : તમામ નાયબ મામલતદારોના ખાનગી અહેવાલ મંગવાયા

રાજકોટ જિલ્લાના 7 નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન મળશે. રાજ્યના 600 જેટલા નાયબ મામલતદારને બઢતી આપવા માટે મહેસુલ વિભાગે કમર કસી છે. જેમાં તમામ નાયબ મામલતદારોના ખાનગી અહેવાલ મંગવાયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સિનિયોરિટી મુજબ 600 જેટલા નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવા માટે કમર કસી છે. જેમાં રાજકોટ જિલ્લાના પણ 7 નાયબ મામલતદારોનો સમાવેશ થાય છે. આ તમામ નાયબ મામલતદારોના ખાનગી અહેવાલ મંગાવવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના નાયબ મામલતદાર એન ડી ધ્રુવ, એચ ડી દુલેરા, પી ડી સુવા, બી ટી ઉઘાડ, બી એન કંડોરિયા, એસ આર મણવર, બી એમ ખાનપરાના ખાનગી અહેવાલ મંગાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એન ડી ધ્રુવ, પી ડી સુવા, બી એન કંડોરિયા 2023માં નિવૃત થવાના છે. જ્યારે બાકીમાં 4 નાયબ મામલતદાર 2024માં કે તે પછી નિવૃત થવાના છે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવામાં આવનાર છે. જો કે રાજકોટ જિલ્લાના પ્રમોશનને પાત્ર 11 નાયબ મામલતદાર તો પ્રમોશન મળે તે પૂર્વે જ નિવૃત થઈ ગયા છે.