- ઉનાની સરકારી શાળામાં છતના પોપડા પડ્યાં
- 7 વિદ્યાર્થીઓ ઘાયલ
- માથામાં ટાંકા આવ્યા
ઉના: રાજ્યમાં સરકારી શિક્ષણ સંસ્થાઓની હાલતના મુદ્દા પર પ્રશ્ન ઉભા કરે તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લાથી સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળાના પોપડા ધડાધડ વરસી પડતાં 10 વિદ્યાર્થીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત ઇમારત અંગે તંત્ર બેદરકાર રહેતાં ગ્રામજનો અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પર છતના પોપડા પડ્યા હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓ શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેઠા હોય તે દરમિયાન તેમની તેમના પર છતના પોપડા પડ્યા હતા. જેમાં 10 જેટલા બાળકો ઘાયલ થયા હતા.
ચાર બાળકોને માથાંના ભાગે ગંભીર ઇજાઓ
ત્યારબાદ તાત્કાલિક 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ તાલુકા શિક્ષણ અધિકારી, ઉના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘાયલ બાળકો પૈકી ચાર બાળકોને માથાંના ભાગે ગંભીર ઇજાઓ હોય તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
ડીજે સાઉન્ડના કારણે સર્જાય દુર્ઘટના
પ્રાથમિક તપાસમાં ગામની પ્રાથમિક શાળાની બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ડીજે સાઉન્ડ સિસ્ટમ વાગતી હોય તેની ધ્રુજારીને કારણે જર્જરિત બિલ્ડીંગનાં સ્લેબમાંથી મોટાં પોપડા પડ્યા હોવાનું શિક્ષકો જણાવ્યું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની ન સર્જાય હોવાથી શિક્ષકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આ ઘટનાએ તંત્રની શિક્ષણ પ્રત્યેની બેદરકારીને સ્પષ્ટ રજૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો
ઉના તાલુકાના વાંસોજમાં આવેલી પ્રાથમિક શાળામાં આજે બાળકો લોબીમાં પ્રાર્થનાસભામાં હતા ત્યારે અચાનક છત પરથી પોપડાં પડયા હતા, જેમાં સાત વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ હતી. આ બનાવથી દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ૧૦૮માં ઉના સારવારમાં ખસેડાયા હતા. આ દુર્ઘટનાથી વાલીઓમાં ચિંતા વ્યાપી હતી. સદનસીબે કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ ન હતી. ઉના સારવાર બાદ વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. શિક્ષણાધિકારીએ આ શાળાના રિપેરીંગ માટે તજવીજ ચાલતી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે બપોરે એક સરકારી પ્રાથમિક શાળામાં છતનું પ્લાસ્ટર પડતાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેના પગલે ડોકટરોએ તેમના માથામાં ટાંકા મારવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ, જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે અચાનક છતનો એક ભાગ તૂટીને પડી ગયો, જેમાં સાત બાળકો ઘાયલ થયા. ઘટના પછી તરત જ, બધા ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા ચાર વિદ્યાર્થીઓના માથા પર ટાંકા આવ્યા છે, જોકે કોઈ પણ બાળકને ગંભીર ઈજા થઈ નથી. બધા વિદ્યાર્થીઓનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આંતરિક ઈજાની પુષ્ટિ થઈ નથી. પ્રાથમિક સારવાર બાદ, બધા બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
શાળાના મુખ્ય શિક્ષક અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે શાળાની ઇમારત 2011 માં બનાવવામાં આવી હતી અને હાલમાં તેનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.
સોલંકીના જણાવ્યા મુજબ, શાળા વ્યવસ્થાપન સમિતિ શુક્રવારે એક બેઠક યોજશે જેમાં ઇમારતનો ઉપયોગ કરવો કે તેને બંધ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે શાળા દરિયાની નજીક આવેલી હોવાથી, ઇમારતના લોખંડના સળિયા ઝડપથી કાટ લાગી જાય છે, જે ઇમારતની રચનાને નબળી બનાવી શકે છે.