Abtak Media Google News

ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલા ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ., ફાર્મા.ડી, પી.એચડી.ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

જીટીયુ ખાતે આગામી 11-12 જૂનના રોજ સેન્ટ્રલાઈઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં એપોલો, હિમાલયા, વાસા, ઝાયડસ જેવી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની 70થી વધુ અગ્રણી કંપનીઓ હાજર રહી નોકરી ઓફર કરશે.

જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આગામી 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યૂથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે 9મા સેન્ટ્રલાઈઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીટીયુ સાથે સંકળાયેલી તમામ ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલા ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ., ફાર્મા.ડી, પી.એચડી.ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું છે કે, જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. આ ફેરમાં 1500થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પડાશે. પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ વિિંાંત://શિંક્ષુીહિ.ભજ્ઞળ/ૠઝઞ9વિં ઙવફળિફભુ-ાહફભયળયક્ષિ-ંરફશિ લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. તમામ વિદ્યાર્થીઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.