Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી

કૃષિથી માંડી, પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર અને લેફ્ટિનેન્ટ ગવર્નર સામેલ થયા. મોદીએ કહ્યું કે, દેશની પ્રગતિનો આધાર છે કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કાર્ય કરે અને નિશ્વિત દિશામાં આગળ વધે. કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવું અને આટલું જ નહીં આપણે પ્રયત્નપૂર્વક કોમ્પીટિટીવ, કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને માત્ર રાજ્યો વચ્ચે જ નહીં પણ જિલ્લાઓ સુધી પણ લઈ જવાનું છે.

મોદીએ કહ્યું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, તેમ છતા આજે લગભગ ૬૫-૭૦ હજાર કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આપણે બહારથી લાવીએ છીએ. આ આપણે બંધ કરી શકીએ છીએ. આપણા ખેડૂતોના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણો ખેડૂત છે, જેના માટે આપણી યોજનાઓ એ પ્રકારે બનાવવાની રહેશે.

વડાપ્રધાને કહ્યું કે, ગત વર્ષોમાં કૃષિથી માંડી, પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવવામાં આવ્યો છે. જેનું પરિણામ છે કે કોરોના સંકટના સમયમાં પણ દેશની કૃષિ નિકાસમાં વધારો થયો છે. ભારતે કૃષિ ક્ષેત્રમાં નિકાસમાં વૃદ્ધિ જોવા મળી. આપણા પાસે આ ક્ષેત્રમાં ઘણી વધારે ક્ષમતા છે. કૃષિ ઉત્પાદનોના નુકસાનને ઓછું કરવું જોઈએ.

વડાપ્રધાને કહ્યું કે, આ વખતે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આપવાની પણ ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્તરે કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરશે તો સારા પરિણામ મળશે. કૃષિમાં અપાર ક્ષમતાઓ છે, પણ હાલ પણ ઘણા પડકાર છે. જેના માટે ઘણા સુધારા કરવાના રહેશે. ખેડૂત નવા કૃષિ ઉત્પાદન માત્ર દેશ જ નહી, દુનિયા માટે પણ પેદા કરી શકે છે. કોરોનાના સમયમાં પ્રોડક્શનમાં વધારો થયો છે. પણ આપણી ક્ષમતા ઘણી વધારે છે.

૧૫૦૦ કાયદા ખતમ કર્યા

મોદીએ કહ્યું કે, તાજેતરમાં એવા ઘણા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, જે સરકારની દખલ ઓછી કરે છે. અમે ૧૫૦૦ કાયદા ખતમ કર્યા છે. મે કહ્યું છે કે કમ્પલાયન્સની સંખ્યા ઓછી થાય. હું બે વસ્તુઓનો આગ્રહ કરું છું. આજે આપણને તક મળી છે. જેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો પ્રયાસ રહેવો જોઈએ. જેના માટે કાયદા વ્યવસ્થામાં સુધાર કરવો પડશે. દેશના લોકો માટે ઈઝ ઓફ લિવિંગ બિઝનેસ માટે કામ કરવું પડશે. તમારા તરફથી દેશને આગળ લાવવાના વિચારોનું સ્વાગત છે.

આપણા ખેડૂત દુનિયાને પણ સપ્લાઈ કરી શકે છે

વડાપ્રધાને આપણે દાળમાં પ્રયોગ કર્યા, જેમાં સફળતા મળી. દાળને બહારથી લાવવામાં આપણો ઘણો ખર્ચ ઓછો થયો છે. એવી ઘણી ખાદ્ય વસ્તુઓ કારણ વગર આપણા ટેબલ પર આવી જાય છે. આપણા દેશના ખેડૂતોને આવી વસ્તુઓના ઉત્પાદનમાં કોઈ મુશ્કેલી નથી. થોડાક ગાઈડ કરવાની જરૂર છે અને તેના માટે એવા ઘણા કૃષિ ઉત્પાદન છે જેને ખેડૂત માત્ર દેશમાં જ પેદા નથી કરી શકતા પણ દુનિયામાં પણ સપ્લાઈ કરી શકે છે. જેના માટે જરૂરી છે તમામ રાજ્ય તેમના એગ્રો ક્લાઈમેટિક રીજનલ પ્લાનિંગની સ્ટ્રેટજી બનાવે. તેના હિસાબથી ખેડૂતોને મદદ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.