જૈન સોશ્યલ ગુપ એલીટ દ્વારા મેગાબ્લડ ડોનેશનમાં 720 યુનિટ બ્લડ એકત્રીત

મેયર પ્રદીપભાઈ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ: કોરોનાની વેકસીન તેમજ બુસ્ટર ડોઝનો 200 લોકોએ લીધો લાભ

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત  મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ એસી હોલ , જનકલ્યાણ સોસાયટી , ભગવાન મહાવીર સ્વામી ચોક પાસે (એસ્ટ્રોન ચોઇ) , રાજકોટ ખાતે રેડકોર્ષ બ્લડબેક , ફીલ્ડમાર્શલ બ્લડબેન્ક અને સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવેલ હતુ.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં  વિભાબેન હિતેશભાઈ મહેતાના સ્મરણાર્થે માતુ  ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર તેમજ  મનહરલાલ વર્ધમાનભાઈ સંઘવી , સ્વ.હર્ષદભાઈ ભુપતરાય સંઘવી તેમજ ઈન્દુભાઈ વોરા (વોરા ફાઉન્ડેશન) સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા 11 ભાગ્યશાળી રકતદાતાને 2 સોનાની અને 9 ચાંદીની ગીની આપવામાં આવેલ હતી . આ બ્લડ ડોનેશન કેમ્પનાં મેડીકલ પાર્ટનર સ્ટાર સિનજી દ્વારા બી.એમ.ડી. , આર.બી.એસ. , હાઈટ , વેઈટ , બ્લડપ્રેશર તેમજ ફીઝીશ્યન ડોકટરનું ક્ધસલ્ટન્ટ તદ્દન નિ:શુલ્ક કરી આપવામાં આવેલ જેમાં 250 થી વધુ લોકોએ લાભ લીધેલ હતો , તેમજ કોરોનાની સામે રક્ષણ આપતી વેકસીન તેમજ બુસ્ટર ડોઝની પણ વ્યવસ્થા આ કેમ્પમાં કરવામાં આવેલ જેમાં 200 થી પણ વધુ લોકોએ ડોઝ લીધેલ હતો તેમજ એચ.ડી.એફ.સી બેન્ક દ્વારા આકર્ષક ગીફ્ટ તેમજ સન્માન પત્ર પણ આપવામાં આવેલ હતા.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન , વેસ્ટ , મીડટાઉન , ડાઉન ટાઉન , રોયલ , યુવા , સેન્ટ્રલ , જૈન જાગૃતિ સેન્ટર , દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ , જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વિંગ , સંગીની ડાઉનટાઉન , સંગીની એલીટ , જૈન યુવા ગ્રુપ , વિશેષ સહકાર સાંપડયો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ડો.પ્રદિપભાઈ ડવ – મેયર રાજકોટ મહાનગર , ડો.દર્શિતાબેન શાહ: ડેપ્યુટી મેયર , હરેશભાઈ વોરા – ામનીષભાઈ દોશી , નિલેશભાઈ કામદાર -સેજલભાઈ કોઠારી –  સૌરાષ્ટ્ર  નિલેશભાઈ કોઠારી –  સૌરાષ્ટ્ર રીજીયન ,  જીતુભાઈ કોઠારી – , રાજુભાઈ બાટવીયા , ઈન્દુભાઈ વોરા નીતેશભાઈ કામદાર , અનીષભાઈ વાધર , અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ , પ્રતિકભાઈ સંઘાણી , ડો.દિપકભાઈ મહેતા , અમીનેશભાઇ રૂપાણી , વિમલભાઈ ધામી , ધૂમિલભાઈ પારેખ , નિરાલીબેન પારેખ , મિતલભાઈ ખેતાણી , સેતુરભાઈ દેસાઈ , તેજસભાઈ બાવીસી , રાજુભાઈ પોબારૂ , મિલનભાઈ કોઠારી , ગોપી પટેલ , અનીલભાઈ દેસાઈ , કમલેશભાઈ શાહ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ  બકુલેશ મહેતા , તત્કાલીન નિવૃત પ્રમુખ  ઉદય ગાંધી,  અભય દોર્શી , પ્રોજેકટ ચેરમેન ચેતનભાઈ પંચમીચા , કો – પ્રોજેક્ટ ચેરમેન : જીજ્ઞેશ બોરડીયા , સંકલન કર્મીટીનાં ઉપેન મોદી , મેહુલ દામાણી તેમજ પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા , રૂપભ શેઠ , ધવલ શાહ , નિપેશ દેસાઈ , જીતુ પંચમીચા , જતીન શેઠ , આકાશ શાહ , ધવલ સંઘવી , વિમલ બાટવીયા , સુમેશ મહેતા સહીતના લોકો જહેમત ઉઠાવી હતી.

લકકી ડ્રો દ્વારા 11 ભાગ્યશાળી રકતદાતાને 2 સોનાની અને 9 ચાંદીની ગીની અપાય

આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વીવીપી એન્જીનિયરીંગ કોલેજ , આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજના વિદ્યાર્થીઓ તથા મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ જોડાઈને રકતદાન કરેલ , આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ , એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ , પ્રિ રજીસ્ટ્રેશન કરાવનાર રકતદાતા ઓ વચ્ચે લક્કી ડ્રો દ્વારા 40 ઈંચનું ટીવી રાજીવભાઈ દોશી , 32 ઈંચનું ટીવી અક્ષયભાઈ વસા તેમજ 50 લીટરનું ફ્રીજ વિરલભાઈ વૈષ્ણવને ગીફ્ટ તરીકે વિજેતા જાહેર કરેલ . આ ઉપરાંત લક્કી ડ્રો દ્વારા 11 રકતદાતાઓને સોનાની ગીનીમાં મનીષભાઈ દોશી તેમજ મેહુલભાઈ શીશાંગીયા અને 9 ચાંદીની ગીનીમાં ચેતનભાઈ જસાણી , તેજસભાઈ શાહ , જીતેન્દ્રભાઈ શેખલીયા , તેજસભાઈ શાહ , સેજલભાઈ કોઠારી , નિતીનભાઈ ચાવડા , મયુરભાઈ જોશી , કિશોરભાઈ ઉદેરીયા , મહમદ હનીફ સુમરાને જાહેર કરેલ , આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક તથા રેડક્રોસ બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે.