પુજારા-રહાણેના ફેલ્યોરથી ધાર્યા કરતાં 75 રનની ખાદ્ય મોંઘી પડી જશે, બીજી ટેસ્ટમાં બંનેનો ફ્લોપ શો

ભારતની ધ વોલ ધરાશયી : પૂજારાના કેરિયરનો અંત નજીક !!

 

અબતક, જોહનીસબર્ગ

ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ એ આશા સતત સેવાઇ રહી હતી કે ભારત બીજો ટેસ્ટ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે પરંતુ પ્રથમ દિવસે ભારતની ટીમ માત્ર 202 રન જ બનાવી ચકી હતી અને ટીમનો ફીડર ફરી એક વખત ફેલ થયો હતો. ક્રિકેટમાં ભારતની ગ્રેટ વોલ તરીકે નામના મેળવનાર ચેતેશ્વર પુજારા ફરી એક વખત ટીમને  નાખુશ કરી છે. એટલું જ નહીં રહાણે પણ જે રીતે પ્રદર્શન કરી શકવો જોઈએ તે કરવામાં પણ તે નિષ્ફળ નીવડ્યો હતો. તો બંને ખેલાડીઓ દ્વારા સારી રમત રમવામાં આવી હોત તો જે 75 રન જેટલી ખાદ્ય ઊભી થઈ હતી તે ન થાત અને ભારત આફ્રિકા ને ચૂંટણીએ લાવી શકત પરંતુ બંનેના ગંગા પ્રદર્શનના કારણે ભારતીય ટીમને 75 રનની ખાદ્ય નુકશાની ભરી સાબિત થશે.

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ટિમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો ચિંતાનો વિષય

પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ ભારતના અશ્વિન એ જણાવતાં કહ્યું હતું કે જે સ્કોર કરી શકવો જો તે ન થતા ટીમ થોડી ના ખુશ થાય છે પરંતુ ભારતીય ટીમ પાસે ઘાતક બોલેરો હોવાના કારણે આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. બીજા ટેસ્ટમાં કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને ટીમમાં ન મળતા ભારતીય ટીમ માટે એ પણ ચિંતાનો વિષય સાબિત થયો. આ તકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો રહાણે અને પુજારા હવે સારું પ્રદર્શન નહીં કરે તો તે માટે ખૂબ મોટી આફત ઊભી થઈ શકે છે એટલું જ નહીં પુજારા ની કરિયરનો અંત પણ આવી શકે છે.

કોહલી ’આઉટ’ : ભારત માટે વિરાટ પડકાર બની ગયો

ભારત નો આધાર સ્તંભ વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તે બીજી ટેસ્ટમાં રમી શક્યો નથી જેની માઠી અસર સમગ્ર ટીમ ઉપર જોવા મળી છે અને પ્રથમ દિવસે જે રીતે ટીમ 202 રન જ કરી શકી તેનું મુખ્ય કારણ કદાચ એ સામે આવી રહ્યું છે. તેજો વિરાટ કોહલી ઝડપભેર સાચો નહીં થાય તો તે ટીમ માટે મોટો પડકાર પણ બની રહેશે. પણ વિકટ પરિસ્થિતિમાં ભારતીય ટીમ માટે સૌથી મહત્વપૂર્ણ ભાગે છે કેવી લાજ હમે ટીમને મજબૂતી આપતો હોય છે ત્યારે બીજા કેસમાં તે ન હોવાના કારણે ઘણા પ્રશ્નો ઉભા થઇ શકે છે.