પ્રતિબંધિત કરાયેલા વિદેશથી આવતા ભંડોળના 79 એનજીઓને છૂટ અપાઈ

બસ દસ વર્ષમાં 20 હજારથી વધુ એનજીઓના લાઇસન્સને કેન્સલ કરવામાં આવ્યા

 

અબતક, નવીદિલ્હી

વિદેશીથી જે નાણાં પૂરા પાડે છે તે ભંડોળના એનજીઓને ગૃહ મંત્રાલય દ્વારા ફરી છૂટ આપવામાં આવી છે આ અંગે ગૃહ મંત્રાલયે માહિતિ આપતાં જણાવ્યું હતું કે આ પ્રકારના 79 એનજીઓને ફરી છૂટ અપાય છે જેથી તેઓને વિદેશથી ભંડોળ મળી શકશે.  બીજી તરફ ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આ તમામ એન.જી.ઓ.ના જે રીનીયુઅલ અરજી નિયત સમયે કરવામાં આવવાની હતી તે ન થતા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવેલા છે અને જે ખરા અર્થમાં સમય મર્યાદા ચૂક્યા હતા તે તમામ એનજીઓ અને ફરી લાયસન્સ પણ આપવામાં આવ્યા છે. બીજી તરફ જે એનજીઓ ની રીન્યુ માટે ની અરજી કરવામાં આવી હતી તેમાં પણ અનેક પ્રશ્નો ઉદભવી થતાં તે તમામ એન.જી.ઓ.ના લાયસન્સ ને કેન્સલ પણ કરવામાં આવેલા છે. જેમાં 5968 એનજીઓ પૈકી મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટી ને પણ કેન્સલ કરવામાં આવેલું છે.

જેમાં બાર હજારથી વધુ એનજીઓના લાઇસન્સ એક્સ્પાયર થઇ ચુક્યા છે. ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ જે એનજીઓ વિદેશથી હૂંડિયામણ લેવા ઇચ્છતા હોય તેઓએ દર પાંચ વર્ષે પોતાના એનજીઓ અને એફસીઆરએ લાઇસન્સ ને રીન્યુ કરાવવા ફરજિયાત હોય છે. બીજી તરફ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા દસ વર્ષમાં 20 હજારથી વધુ એનજીઓના લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. મુખ્ય કારણ એ છે કે જે નિયમો બનાવવામાં આવેલા હતા તે એનજીઓ દ્વારા તે નિયમોનું ઉલ્લંઘન કરાતા તેઓએ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે બીજી તરફ સરકાર મહત્વપૂર્ણ રીતે આ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે એટલું જ નહીં વિદેશથી આવતા નાણા નો ગેર ઉપયોગ ન થાય એ વાતની પણ ચિંતા કરી રહ્યું છે.