Abtak Media Google News

Table of Contents

મેલેરિયા અત્યંત ચેપી અને જીવલેણ તાવ : મચ્છરોને ખતમ કરો અને બીમારીથી બચો: 2025 સુધીમાં તમામ સગર્ભાને મેલેરિયા નિવારક ત્રણ ડોઝ અપાશે

2020થી 2026 સુધીમાં તેના કેસમાં  66 ટકા અને મૃત્યુઆંકમાં 62 ટકાના ઘટાડા સાથે  2030 સુધીમાં તેના નાબુદીનો લક્ષ્યાંક: વિશ્વના 100થી વધુ દેશોમાં દર વર્ષે સાડાત્રણ અબજ લોકો તેનાથી બીમાર પડે છે

આજથી 25 વર્ષ પહેલા  સ્થિતિ બહુ જ  ખરાબ હતી, પણ 2000 પછી સારા   પરિણામો  મળતા તબીબી  વિજ્ઞાને  સારો વિજય મેળવ્યો છે: કલોરોકવીન જેવી અમુક અસરકારક  દવાને  કારણે દુનિયાભરમાં તેનાથી થતાં મૃત્યુ  આંકમાં   60 ટકા ઘટાડો  લાવીને રોગ સામે  લડાઈ મજબુત કરી

સમગ્ર દુનિયામાં  ખતરનાક એવી મેલેરિયા બિમારી  જેને આપણી ભાષામાં  મચ્છર કરડવાથી આવતા‘ટાઢીયો’ તાવ કહીએ છીએ આની સામે જાગૃત્તિ લાવવા દર વર્ષે વિશ્વ મેલેરિયા  દિવસ ઉજવાય છે. આ ખતરનાક  બિમારીના આંકડા જોઈએ તો   વિશ્વમાં  દર ચાર મિનિટે એક  બાળકનું મૃત્યુ થાય છે. આપણા  દેશમાં 2030 સુધીમાં મેલેરિયા નાબુદીનું  લક્ષ્યાંક રાખેલ છે.   વિશ્વના 100 થી વધુ  દેશોમાં  સાડાત્રણ  અબજ લોકો મેલેરિયાથી બિમાર પડે છે. આપણાદેશમાં દર વર્ષે 8 લાખ જેટલા દર્દીઓ નોંધોય છે. કલોરોકવીન જેવી અમુક અસરકારક દવાઓને  કારણે દુનિયાભરમાં  મેલેરિયાથી   થતા મૃત્યુ આંકમાં 60 ટકા   ઘટાડો   લાવીને   રોગ સામેની  લડાઈ મજબૂત  કરી છે.

આજથી 25 વર્ષ પહેલા પરિસ્થિતિ બહુજ ખરાબ હતી.   પણ 2000 પછી  સારા પરિણામો મળતા તબીબી  વિજ્ઞાને સારો વિજય  મેળવ્યો છે. આફ્રિકા ખંડ અને અમેરિકા જેવા દેશોમાં  સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે. મેલેરિયા એક પ્રકારના જીવાણુંથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડે,પરસેવો થાય,માથુ દુ:ખે, શરીર તુટે  અને ઉબકા-ઉલ્ટા થાય છે. શરીરમાં   જીવાણું  પ્રવેશ્યા બાદ તેના   લક્ષણો   48 થી 72 કલાકમાં ઉથલો પણ મારે છે, એમા કેવા લક્ષણો દેખાય છે. તેની ઉપર આધાર છે.

મેલેરિયા  માટે પ્લાઝમોડિયાનામના જીવાણું  જવાબદાર  છે. અને તે માદા એનો ફિલસ  મચ્છર કરડવાથી થાય છે. તેના કરડવાથી જીવાણું લોહીમાં ભળે છે.   જીવાણું લિવરમાં પહોચ્યા બાદ  ત્યાં તેનો વધારો થાય છે. કોષો ફાટતા વ્યકિતના રકતકણોમાં પ્રવેશી થાય છે.તેનાથી બચવા સ્વચ્છતા રાખવી,મચ્છરદાની નો ઉપયોગ કરવો, જંતુનાશક દવા છાંટવી,  શરીર પુરૂ   ઢંકાય  તેવા કપડા પહેરવા,ભરાયેલા પાણી પાસે જવું નહીં  જેવી તકેદારી રાખો તોબચી  શકાય છે. મેલેરિયાની અસર કે લક્ષણો દેખાય તોતુરંત ડોકટરની   સલાહ લેવી જરૂરી છે. 2019થી જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વીથમી દ્વારા મેલેરિયા નાબુદીના  પ્રયત્નો શરૂ કરી દીધા હતા જેને કારણે આજે સારા  પરિણામો  મળી રહ્યા છે.

શાળા-કોલેજનાં છાત્રોમાં   જનજાગૃતિ લાવવા શાળા આયોજન સાથે મેલેરિયા  લાઈફ સાયકલનો લાઈવ ડેપો પણ બતાવવો જરૂરી છે.   દરેક નાગરીક મેલેરિયા વિશેની સમજ મેળવશે અને તે પરત્વે  કાળજી રાખશે તો આપણે 2030 સુધીમાં તેને નાબુદ કરી શકીશું વિશ્વ આરોગ્ય સંસ્થા દર વર્ષે તેનો દિવસ ઉજવે છે. તેની શરૂઆત 2008થી શરૂ થઈ  હતી. 2000ની સાલમાં 44 આફ્રિકન દેશોના બદલો મેલેરિયાની નાબુદીનો ઠરાવ કરેલ હતો. તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. 2005 થી  સમગ્ર વિશ્વ આ ઉજવણીમાં સામેલ થયું હતુ. આફ્રિકામાં ચાલતા મેલેરિયા નાબુદી પ્રોજેકટના પાયલોટ વર્કમાં સફળતા મળતા તેનો અમલ હવે   વૈશ્ર્વિક લેવલે કર્યો છે.  મેલેરિયા સામેની નિયંત્રણ રસી  આરટીએસ-એસ અને એએસની આરોગ્ય સંસ્થાએ મંજુરી આપી છે.

વિશ્વ મેલેરિયા  દિવસ એ તેની સામે પ્રજામાં લોકશિક્ષણ સાથે જનજાગૃતિ લાવવા ઉજવાય છે.   તેના કંટ્રોલ માટે વિશ્વ એક  જુટ થઈને લડી  રહ્યું છે. આ અગાઉ આફ્રિકન  મેલેરિયાદિવસ   ઉજવાતો હતો. પણ 2001માં   આફ્રિકન   સરકારના 60માં   આરોગ્ય સંમેલનમાં વૈશ્ર્વીક  સ્તરે ઉજવણીનું  2007માં નકકી કરાયું જેના કારણે 2008થી સમગ્ર વિશ્વ મેલેરિયા  વિરોધી  લડાઈમાં  જોડાયું હતુ.

મેલેરિયા સામે સાવચેત રહેવું જરૂરી છે. લક્ષણો વિશે પણ જાગૃત   રહેવું પડે છે.   મચ્છર કરડવાથી તેના પરોપજીવીઓનાં ફેલાવાના કારણે આ સમસ્યા  થાય છે.  ચાર પ્રકારના મેલેરિયા  પરોપજીવીઓ  મનુષ્યને સંક્રમિત  કરી શકે છે.તેના  લક્ષણો 10 દિવસથી ચાર વીકમાં દેખાવા લાગે છે.કેટલાકને તો મહિનાઓ સુધી લક્ષણો ન  દેખાય એના અર્થ પરોપજીવી શરીરમાં છે.પણ સુષુપ્ત  છે.તેના તમામ લક્ષણો   ગંભીર હોય છે. નાના બાળકોમાં તો   ખાસ તકેદારી રાખવી એકવાર થયા બાદ તે ફરી ઉથલો મારી શકે છે.આફ્રિકા મેલેરિયા દિવસમાંથી  વિશ્વ મેલેરિયા દિવસ રૂપાંતર  કર્યાબાદ એન્ટિ-મેલેરિયલ દવાઓ આવતા ઘણી  સારી અસરો  જોવા મળી રહી છે.  મેલેરિયા પરિવારો, સમુદાયો અને સમાજો પર વિપરીત અસર કરે છે.તેરોકી શકાય  તેવી તેમજ સારવાર કરી શકાય તેવી બીમારી છે.  તેમના નિદાન અને મેલેરીયા સામેનીપ્રગતિની ગતિને ઝડપી બનાવવા દરેક દેશના આરોગ્ય તંત્રે હવે યુધ્ધના ધોરણે કાર્ય કરવું જરૂરી છે.  મેલેરિયા નાબુદીમાં પ્રજાજનોનો રોલ પણ ખૂબજ મહત્વનો હોવાથી સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. આપણા રાજયે 2022માં કંટ્રોલ  લક્ષ્યાંક રાખ્યો હોવાથી મેલેરીયા  મુકિત રાજયમાં સૌનો સાથ જરૂરી ગણી શકાય.

પાંચ પ્રકારના મેલેરિયામાં દર્દીના શરીરને  પીડાથી તોડી  નાંખે છે. ડેંગ્યુ, ચિકનગુનિયા સાથે મેલેરિયાનું જોખમ વધી રહ્યું છે. મેલેરિયાનો તાવ એક પ્રકારનો ચેપી રોગ છે. માદા મચ્છરમાં બેકટેરિયાની પાંચ પ્રજાતિઓ  છે જે મેલેરિયા ફેલાવે છે. પી.ફાલ્સી પેરમ, પી.વાયરવેકસ, પી.ઓવલે અને  પી.મેલેરિીયા પી.નોલેસી જેવા તેના પ્રકારો છે. મચ્છરને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતાં અટકાવવા જરૂરી છે.  જેમાં ઘરની, શેરીની સ્વચ્છતા સૌથી અગત્યની છે. આજના યુગની ઘણી બધી બિમારીઓ જો આપણે થોડી તકેદારી રાખીએ તો તે આવીજ  ન શકે માટે  ‘સાવચેતી એજ સલામતી’

મેલેરિયાના રસીકરણ માટે ડબલ્યુએચઓએ પ્રથમવાર ભલામણ કરી

આફ્રિકાના  દેશોમાં   ચાલતા મેલેરિયા  નિયંત્રણના   પાયલોટ પ્રોજેકટના અંતે સમીક્ષા કરી મેલેરિયા માટે પ્રથમવાર  તેની  રસી માટે ભલામણ કરી છે.આફ્રિકાના કેન્યા અનેમલાવીમાં 2019થી ચાલતા આ  અભિયાનમાં  બે મિલિયનથી વધુ ડોઝ  અપાયા બાદ સારા પરિણામો મળતા હવે આ નિર્ણય લેવાયો છે. મેલેરિયા માટે વેકિસન એક નવી દીશાની આવતીકાલ છે,  ઐતિહાસીક ક્ષણ છે. દર વર્ષે તેને કારણે માતા-બાળકોમાં થતા મૃત્યુ આંકને નિવારી શકાશે.વૈશ્ર્વીક લેવલે ચાલતા આ પ્રોજેકટમાં યુનિસેફ, અને ફાર્મા કંપનીનો સહયોગ   મળી રહ્યો છે. છેલ્લા 30 વર્ષથી મેલેરિયા વિરોધી રસી માટે સંશોધન થઈ રહ્યું છે. જોકે સફળતા કેટલી છે તે આવનારો સમય જ કહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.