પોરબંદરમાં 8 હજાર લોકોએ માનવસાંકળથી બનાવી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ, વર્લ્ડ રેકોર્ડમાં નોંધ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં 8 હજાર લોકોએ એક લાખ ચોરસ ફૂટમાં ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં 8 હજાર લોકોએ પોરબંદરની ચોપાટી ખાતે માનવસાંકળથી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી હતી ત્યાં સીએમ ઉપસ્થિત રહી લોકોને મળ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. વિશ્વમાં પ્રથમવાર આ ઐતિહાસિક ગાંધી ચહેરાની પ્રતિકૃતિ બનાવવાનું આયોજન રોટ્રેક અને લિયો લાયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.