Abtak Media Google News

પાટીદાર અને આહિર સમાજમાંથી ઉમેદવારોની પસંદગી કરાશે તેવી અટકળો

વિધાનસભા 2022ની ચૂંટણીના બ્યુગલ વાગવાના  દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે 80 લાલપુર વિધાનસભામા ભાજપ કોંગ્રેસમા નવાજૂનીની ચર્ચાની વચ્ચેઅનેક  દાવેદારોનાનામ રાજકીય બજારમાં  ચર્ચાઈ રહેલ છે. ત્યારે ભાજપ દ્વારા પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયાને પક્ષની ગાઈડલાઈન પ્રમાણેના લડાવાય તો સામાજીક અને  શૈક્ષણીક અગ્રણી જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયાનું નામ ચર્ચાય રહેલ છે.

કૌશિકભાઈ અનેક સામાજીક  ધાર્મિક સંસ્થા સાથે તેમજ તમામ સમાજો સાથેજોડાયેલ છે. જોકે આ સિવાય પણ પાટીદાર સમાજમાંથી અનેક દાવેદારો છે ત્યારે આહિર સમાજના મતો આ સીટ પર મોટી સંખ્યામાં હોઈ જેમને લઈ ભાજપમાંથી યુવા આહિર આગેવાન ઉદ્યોગપતિ હરેશભાઈ બારીયા જો પક્ષ ટીકીટ આપે તો ચૂંટણી લડવા ઉત્સુક છે. હરેશભાઈ બારીયાનો પરિવાર વર્ષો થયા ભાજપ અને તેમના સંગઠન સાથે જોડાયેલ છે. અને આહિર સમાજ તેમજ  અન્ય સમાજમાં પણ જબરૂ  વર્ચસ્વ  ધરાવે છે. તેમના પરિવાર વડીલ હરદાસભાઈ બારીયા ભૂતકાળમાં  ધારાસભાની ચૂંટણી લડયા હતા. અને માત્ર જુજ મતેજ હાર્યા હતા.

તેમજ જો જિલ્લામાંથી ભાજપ મહિલાને પણ ટીકીટ  આપવા માગે છે જેમને લઈ જો આ સીટ  પર મહિલાને  લડાવાય તો હાલ નગરપાલીકા કારોબારી સમિતિ ચેરમેન તથા  80 વિધાનસભા મહિલા મોરચાના  પ્રભારી હેપી બેન  ભાલોડીયાનું પણ ચૂંટણી લડવા માટે નામ ચર્ચાય રહેલ છે.હેપી બેન ભાલોડીયા ભાજપના જમીન ઉપરના કાર્યકર છે.સંગઠન સહિત આમ પ્રજા સાથે  વર્ષો થયા જોડાયેલ છે.   ચૂંટણી લડવા પણ સક્ષમ છે. અને લોકોના કામો અને પક્ષના  કામ માટે દોડતા કાર્યકર  છે. ત્ીયારે હાલ તો કોંગ્રેસમાંથી સીટીંગ ધારાસભ્ય ચિરાગ કાલરીયાનુંનામ ફાઈનલ છે.

નવાજૂનીના એંધાણ

નવાજૂનીના એંધાણ વચ્ચે અને આહિર સમાજના ઉમેદવારનું  નામ પણ ચર્ચામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પાટીદાર સમાજના તરવૈયા યુવા ચહેરો અને વ્યવસાયે  ડોકટર જેમી ખાંટનું નામ પ્રથમ હરોળમાં ચર્ચાય  છે. આમ આદમી પાર્ટી આ સીટ પર કડવા પાટીદાર સમાજના ઉમેદવારને જ ઉત્તરાશે તેવું ચર્ચામાં છે. કેમકે કડવા પાટીદાર સમાજની ગણાતી આ બેઠકમાં ડો. જેમી ખાંટ જેવા શિક્ષીત ઉમેદવારને આમ આદમી  પાર્ટીમેદાનમાં ઉતારશે તો બરાબરનો જંગ જામશે તેવું રાજકીય પંડિતોની નજરે ચર્ચાય રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.