બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ૮૦ ટકા શિક્ષકો ‘ઘેરહાજર’

Gujarat-Secondary-and-Higher-Secondary-Education-Board
Gujarat-Secondary-and-Higher-Secondary-Education-Board

ઉત્તરવહી ચકાસણી દરમિયાન ફરજ પર ગેરહાજર રહેલા ૨૦૦થીવધુ શિક્ષકોને શિક્ષણ બોર્ડની નોટિસ

બોર્ડની પરીક્ષાની ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સની ઉત્તરવહીઓની ચકાસણી કામગીરી પૂરી ઈ ગઈ છે પરંતુ ધો.૧૨ કોમર્સમાં ઉત્તરવહી ચકાસણીની કામગીરી અંતિમ તબકકામાં ચાલી રહી છે ત્યારે રાજકોટમાં શાળાઓમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન ૮૦ ટકા જેટલા શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવતા શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૦ી વધુ શિક્ષકોને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં ધો.૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહની ઉતરવહીની ચકાસણીનુ: કામ પુરુ થવાને આરે છે. ત્યારે અંગ્રેજી વિષયની ઉતરવહીનો ચકાસણી દરમીયાન ૮૦ ટક શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ તંત્રની બેદરકારી જોવા મળી છે. પરંતુ હજુ સુધી શિક્ષકો કે શાળા સામે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ૩૦૦ શિક્ષકોની નિમણુંક ઉતરવહીની ચકાસણી માટે કરવામાં આવી હતી. પરંતુ તેમાં લગભગ ૨૩૮ જેટલા શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા બધા જ ગેરહાજર શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી હતી. રાજકોટમાં આ વર્ષે ધો. ૧રના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિષયોમાં મોટાભાગના વિષયોની ઉતરવહી ચકાસણીનું કામ પુરુ થયું છે. આ ઉતરવહી ચકાસણીની કામગીરી દરમીયાન અંગે્રજી વિષયની ઉતરવહીની ચકાસણી દરમીયાન સૌથી વધુ ૨૩૮ શિક્ષકો ગેરહાજર ૧૫ હજારની વધુ ઉતરવહી ચકાસણી માટે આવી હતી. શિક્ષકો ગેરહાજર હોય છતાં પગલા લેવામાં આવતા નથી. લાગે છે કે શિક્ષણ ખાડે ગયું હોય, ગઇકાલે શિક્ષણ બોર્ડમાંથી ગેરહાજર શિક્ષકોને કારણદર્શન નોટીસો ની નકલો ફટકાવામાં આવી હતી. પરંતુ શિક્ષકો સામેકોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ગેરહાજર શિક્ષકોને કેટલીક સ્કુલો સામે લધુ લાયકાત ધરાવતા જે શિક્ષકો છે તેને ઉતરવહી જોવા માટે મોકલવાના કૃત્ય બદલ આંકરા પગલા લેવા જોઇએ. અંગે્રજીનું પેપર જોવા માટે રાજકોટની ધોળકીયા સ્કુલ તેમજ અન્ય શાળાઓમાં કુલ ૨૪ શિક્ષકોને લધુ લાયકાત પ્રમાણે પાછા મોકલવા પડયા હોય તેવું જણાવેલ છે