Abtak Media Google News
  • રૈયા રોડ પર આમ્રપાલી બ્રિજ ઉપર આવેલી
  • ટીપરવાનમાં 2000 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી પેઢીને ઉત્પાદક તરીકેનું લાયસન્સ મેળવવા માટે નોટિસ ફટકારતું કોર્પોરેશન

શહેરના રૈયા રોડ પર આમ્રપાલી બ્રિજ પર આવેલી શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી. અહિં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલી 800 કિલો મલાઇ, 400 કિલો મીઠો માવો અને 900 લીટર છાશનો જથ્થો અખાદ્ય હોવાનું જણાતા તેનો કોર્પોરેશનના ટીપરવાનમાં નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા અને ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર.પરમાર સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ, રેલ્વે અન્ડર બ્રીજ ઉપર આવેલી “શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ” પેઢીમાં ત્રાટક્યા હતા.

પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલી પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ પેકડ મલાઇ-800, પેક્ડ મલાઇ અને 400 કિલો પેકડ મીઠો માવો તથા પેઢીમાં રહેલ કેરેટમાં સંગ્રહ કરેલ પેકડ છાસ -900 લિટરનો જથ્થો વેચાણ અર્થે સંગ્રહ કર્યો હતો. તમામ પોલીથીન બેગમાં સંગ્રહ કરેલ જથ્થા પર એફએસએસએઆઇના નિયમ મુજબ ઉત્પાદનનું નામ, ઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એક્સપાયરી/બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલ ન હતી. જથ્થો પડતર હોવાનું ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વિકાર્યું હતું. તમામ જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહન સ્થળ પર બોલાવી પેક્ડ ખાદ્યચીજોનો અંદાજીત કુલ મળી 2000 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

પેઢીમાં ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા તથા પેઢીમાં યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ એફએસએસએઆઇના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

શ્રીખંડ, પનીર અને આઇસ્ક્રીમના નમૂના લેવાયા

આજે ખોડિયાર વિજય ડેરી ફાર્મમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ-2006 મુજબ લૂઝ ડાયફ્રૂટ્સ શ્રીખંડ, લૂઝ પનીર અને લૂઝ અંજીર આઇસ્ક્રીમનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.