૮૦૦ જરૂરીયાતમંદોને વાત્સલ્ય યોજનાના કાર્ડ કાઢી આપવા સોની સમાજનો કાર્યક્રમ

rajkot
rajkot

સોની સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા સોની સમાજના જ‚રતમંદોને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્ડથી સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પ્રાપ્ત થાય છે.

સોની સિનિયર સીટીઝન ગ્રુપના સભ્ય હસમુખભાઈ આડેસરાએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકારે ધણી યોજનાઓ શ‚ કરી છે. અમે ધીમેધીમે અભ્યાસ કરીએ છીઅ અને એવું લાગે કે આ યોજના સમાજને ઉપયોગી છે તો અમે તે યોજના સમાજ સુધી પહોચાડીએ છીએ આ કાર્યક્રમ અમારા સમાજલક્ષી જ હતો પરંતુ અમે જાહેર કેમ્પ પણ કરવા ઈચ્છીએ છીએ જેથી દરેક લોકોને લાભ મળે આ કાર્યક્રમમાં ૮૦૦ મુખ્યમંત્રી વાત્સલ્યયોજના કાર્ડ કાઢવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે મામલતદાર, રાજકોટ ઝાલાવાડી સમાજના પ્રમુખ, મંત્રી, સિલ્વર એસોસીએશનના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા છે.

અનુબાબાએ જણાવ્યું હતુ કે મારા મનથી હું ખુબ આશીર્વાદ આપુ છું કે આવા સામાજીક કર્યો સોની સમાજ દ્વારા થાય છે. ભવિષ્યમાં પણ આવા સારા કાર્યો થતા રહે તેવી દિલથી શુભેચ્છા અને આર્શિવાદ આપુ છું.

મામલતદાર ચારવડાએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીની માં અમૃતમ કાર્ડ યોજના સમાજના નબળા વર્ગનાં લોકોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. વધુને વધુ લોકો આ કાર્ડનો લાભ લે તેવી શુભેચ્છા.