83 મૂવી રિવ્યુ: ફિલ્મમાં રણવીર સિંહની ભૂમિકા 1983ના World Cupની યાદ તાજી કરી દેશે

૧૯૮૩ના વર્લ્ડ કપ વિશે આપણે સૌ જાણીએ છીએ જેમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. આ વર્લ્ડકપ જિતાડવામાં કપિલ દેવે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઓલરાઉન્ડર પર એક બાયોપિક બનાવવામાં આવી છે. આ બાયોપિકનું નામ ‘૮૩’ હતું જેની પ્રેક્ષકો લાંબી રાહ જોઈ રહ્યા હતા. આખરે મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 83 રીલિઝ થઈ. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપની ઐતિહાસિક ક્ષણ પર આધારિત છે. જેનો લીડ એક્ટર રણવીર સિંહ છે. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનો રોલ કર્યો હતો. 83માં રણવીર હૂબહૂ કપિલ દેવ જેવો જ દેખાઈ રહ્યો છે. આ માટે તેના મેકઅપ આર્ટિસ્ટની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. ચાલો હવે જાણીએ કે ફિલ્મ ઓપનિંગ ડે કલેક્શન કેવું રહ્યું.

પહેલા દિવસે કેવી રહી 83 કરોડની કમાણી

રિલીઝ પહેલા જ 83 સિનેમાઘરોમાં છવાઈ ગઈ હતી. દર્શકોને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, 83 એ તેના ઓપનિંગ ડે પર 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કમાણીના મામલામાં રણવીર સિંહની ફિલ્મ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ અને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ કરતા ઘણી પાછળ છે. ‘સૂર્યવંશી’એ પહેલા દિવસે 26.29 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારે ‘પુષ્પા’નું પ્રથમ દિવસનું કલેક્શન 50 કરોડ હતું.

83 મૂવી રિવ્યુ: એક સ્વપ્ન સાકાર થવાની વાર્તા, જે ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી ભેટ છે

સપ્તાહના અંતે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધવાની આશા છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો બંને તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. દરેક લોકો ફિલ્મની વાર્તા અને સ્ટાર્સની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવી છે. ફિલ્મની અભિનેત્રી હોવા ઉપરાંત દીપિકા તેની નિર્માતા પણ છે.

એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળ્યો છે, પરંતુ ફિલ્મ શરૂ થયાની થોડીવાર પછી તમે ભૂલી જશો કે તમે રણવીરને પડદા પર જોઈ રહ્યાં છો. આના પરથી તમે રણવીરની શાનદાર એક્ટિંગની અંદાજ લાગવી શકો છો. રણવીરે કપિલ દેવની બોડી લેંગ્વેજથી લઈને તેની ડિક્શન, તેની સ્ટાઈલ સુધી બધું જ અંદર ઉતારી દીધું છે. રણવીરે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આ જમાનાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.

‘ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રીમિયર

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે. તાજેતરમાં ’83’નું ટ્રેલર દુબઈના બુર્જ ખલીફા ખાતે બતાવવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર રણવીર, દીપિકા પાદુકોણ અને કબીર ખાન પણ હાજર હતા. આ સિવાય તેનું પ્રીમિયર ‘રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ થયું છે. આ ખાસ અવસર પર રણવીર, દીપિકા પાદુકોણ, કબીર ખાન, તેની પત્ની મીની માથુર, કપિલ દેવ અને તેની પત્ની રોમી પણ હાજર હતા.