Abtak Media Google News

સરફેસી એકટ હેઠળ 40 જેટલા બેન્ક ડિફોલ્ડરો સામે આકરી કાર્યવાહી હાથ ધરતા જિલ્લા કલેક્ટર

બેંક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા આસામીઓની રૂ. 85  કરોડની મિલકત જપ્તીના જિલ્લા કલેકટરે આદેશ જાહેર કર્યા છે. આ માટે જિલ્લા કલેકટરે મામલતદારોને કામગીરી સોંપી છે. મામલતદાર ક્રમશ: આ મિલકત જપ્ત કરીને તેનો કબ્જો બેંકને સોંપશે.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે લોન ચૂકવવામાં નિષફળ ગયા હોય તેવા આસામીઓની મિકલત કબ્જે લેવા વિવિધ બેંકોએ દરખાસ્ત કરી હતી. જેના આધારે લોન ભરવામાં અસમર્થ રહેલા 40 આસામીઓની રૂ. 85 કરોડની મિલકત કબ્જે લેવાના આદેશો આપવામાં આવ્યા છે. આ માટે મામલતદારોને કામગીરી સોંપવામાં આવી છે. મામલતદારો ટૂંક સમયમાં આ માટે કાર્યવાહી શરૂ કરશે.

જિલ્લા કલેક્ટર દ્વારા સરફેસી એકટ હેઠળ આ બેન્ક ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરી છે. બેન્કોની દરખાસ્તને પગલે તેઓએ બેન્કના બાકીદારો પાસેથી લેણું વસૂલવા માટે મામલતદારને મિલકત જપ્ત કરવાના આદેશ આપ્યા છે. આ મામલતદારો ટૂંકમાં 40જેટલા આસામીઓની મિલકત જપ્ત કરી તેને સીલ કરી દેશે. બાદમાં આ મિલકતનો કબ્જો તેઓ દ્વારા જે તે બેંકને સોંપી દેવામાં આવશે. બાદમાં બેન્ક દ્વારા આ મિલકતોની જાહેર હરરાજી કરીને 85 કરોડ જેટલું બાકી લેણું વસુલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.