Abtak Media Google News

ગૂજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતુ. જેમાં રાજકોટ એસ.કે. પાઠક સ્કુલનું ૮૭ ટકા જેટલુ ઉજજવળ પરિણામ આવ્યું છે. પરિણામ આવ્યાની સાથે જ એસ.કે.પાઠક સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. એસ.કે.પાઠક સ્કુલના પ્રિન્સીપાલ અને શિક્ષકગણોએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને તેમના વાલીને શુભેચ્છા આપી હતી અને ભવિષ્યમાં પોતાની સફળ કારકીર્દી બનાવે તેવી શુભકામના પાઠવી હતી.

મેડીકલ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા: ખુડખુડીયા સંજરીVlcsnap 2019 05 09 12H45M45S578

શ્રીમતી એસ.કે. પાઠક સ્કુલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ખુડખુડીયા સંજરીએ જણાવ્યું હતુકે હું ધો.૧૨માં ૭૫% સાથે સ્કુલમાં તૃતીય સ્થાન મેળવ્યો છે. તેથી હુ ખૂબ ખુશ છું મે જેટલું ધાર્યું હતુ એના કરતા ઘણુ સા‚ રીઝલ્ટ આવ્યું છે. મને સ્કુલ અને માતા પિતા તરફથી પણ ઘણો સાથ સહકાર મળ્યો છે. ઘણે પણ મને દરેક પ્રકારે ફેસેલીટી પૂરી પાડતા મારો ટારગેટ એમબીબીએસમાં એડમિશન લેવાનો છે. કારણ કે મારે મેડિકલ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે.

મેડીકલ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા: સોજીત્રા જીત

Vlcsnap 2019 05 09 12H45M53S923

શ્રીમતી એસ.કે. પાઠક સ્કુલના ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા સોજીત્રા જીતે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે મારે ૯૬ પીઆર સાથે ૮૦ ટકા માર્કસ આવ્યા છે. હું ધો.૧૨નો પ્રારંભ થયો ત્યારથી મહેનત કરતો હતો. ટેકસ બુકસમાંથી વાંચનની સાથે સ્કુલમાંથી અપાતી માર્ગદર્શન મુજબ પરિક્ષાની તૈયારી કરી હતી આ સારા પરિણામ પાછળ શાળાના શિક્ષકો, માતા પિતાનો સપોર્ટ જવાબદાર પણ શકાય મારો ટારગેટ ૮૦ થી ૮૫ ટકાની વચ્ચેનો હતો અને મા‚ પરિણામ તે મુજબનું જ આવ્યું છે.

મારૂ ધો.૧૨ના વિદ્યાર્થીઓને સંદેશો આપવાનો કે જયારથી ધો.૧૧ અને ૧૨ની શરૂઆતથી જ ટેકસબુકસને ફોલો કરવી જોઈએ સ્કુલમાં શિક્ષકો જે સુચના આપે તે પ્રમાણે વાંચવું જોઈએ મારી મેડીકલ ક્ષેત્રમાં જવાની ઈચ્છા છે તે માટે ધો.૧૧નાં પ્રારંભથી જ નીટની તૈયારી કરી છે. સ્કુલમાંથી પણ અમોને નીટની તૈયારી કરાવી હતી.જીતના પિતા પ્રવિણભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે વાલીઓએ તેના સંતાનની શૈક્ષણીક કારકીર્દીનું મહત્વપૂર્ણ વર્ષનો પ્રારંભ થાય ત્યારથી ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમો જીતને અભ્યાસમાં મદદ નથી કરી પણ તેને જાતે જ સા‚ પરિણામ લાગ્યો છે.

 પરીક્ષા વખતે વાંચવા કરતા રીલેકસ રહેવું વધુ મહત્વનું છે: અથર્વ રામાનુજVlcsnap 2019 05 09 12H45M35S503

એસ.કે.પાઠક સ્કુલનાં વિદ્યાર્થી અથર્વ રામાનુજે જણાવ્યું હતું કે, મેં મારી ૧૨માંની પરીક્ષામાં ૮૨ ટકા સાથે પ્રથમ સ્થાન પર આવ્યો છું. મારો ટાર્ગેટ અને મહેનત કોઈ પણ ક્ષેત્રમાં ટોપ સુધી પહોંચવાનો છે. હું મારી મહેનત પ્રમાણે પુરતો સંતુષ્ટ છું. કારણકે મે મહેનત કરી હતી એટલા માર્કસ મને મળી ગયા છે. પરીક્ષા સમયની મહેનત કરતા તે સમયમાં તમે રિલેકસ રહી શકો છો એ ખુબ મહત્વનું છે.

બે વર્ષમાં તમે જે ભણ્યા હોય તેને કેવી રીતે પરીક્ષામાં લખવું તે વધુ મહત્વનું કહી શકાય. અમને સ્કુલ તરફથી પણ ઘણો સાથ સહકાર મળ્યો છે. તેમજ બધા શિક્ષકોએ પુરતુ ધ્યાન આપ્યું હતું અને મારા વાલીઓ પણ મને વધુ માર્કસ લેવા પ્રેશર કર્યું નથી અને હંમેશા પ્રેરણા જ આપી છે. હું બીજા વિદ્યાર્થીઓને એટલું જ કેવા માંગીશ કે તમે જેટલી મહેનત કરશો એટલું પરીણામ મળશે જ બીજા સાથે ખુદને સરખાવવા કરતા ખુદની મહેનત સાથે સરખાવશો એટલે તમને સંતુષ્ટ પરીણામ ચોકકસ મળશે.

વિદ્યાર્થીઓને સતત અપડેટ રાખી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું: ટ્રસ્ટી અતુલ બલદેવ

Vlcsnap 2019 05 09 12H46M31S361

શ્રીમતી એસ.કે. પાઠક વિદ્યામંદિરના ટ્રસ્ટી અતુલભાઈ બલદેવે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુંં હતુ કે અમારી સ્કુલનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હર્ષદાયક છે. અને અમને તેનાથી સંતોષ છે. અમારી શાળાના આ વિદ્યાર્થીઓ ધો.૧૦માં જે પરિણામ મેળવ્યું હતુ તેનાથી સારૂ પરિણામ આ પરીક્ષામાં લાવ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓનું જે ૧૦માં જે પરિણામ આવતુ હોય તે ધો.૧૨માં ઘટતુ હોય છે. પરંતુ અમારી શાળામાં તેના કરતુ ઉલ્ટુ ધો.૧૦ કરતા ધો.૧૨માં પરિણામ સારૂ આવ્યું છે.

વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીંમાંથી બહાર કાઢીને સમજણ અને સર્જન દ્વારા સારૂ પરિણામ કંઈક રીતે લાવવું તેનું અમે માર્ગદર્શન આપ્યું હતુ અમારા વિદ્યાર્થીઓ સાયન્સના પ્રેશરમાં હોય તે રીતે નહી અમારી અલગ આ પધ્ધતિથી માર્ગદર્શન આપીએ છીએ અમારી ફેકલ્ટી અને સંચાલનની પધ્ધતિ કોમન હોવાના કારણે ફેકલ્ટી કે કોર્ષ બદલાય છતા પણ વિદ્યાર્થીઓ પ્રેશર વગર સારા પરિણામ લાવી શકે છે.

સરકાર દ્વારા વિજ્ઞાન પ્રવાહના કોર્ષમાં અપડેટ કરાતું હોય અમો પણ શિક્ષકોને અપડેટ કરીને વિદ્યાર્થીઓને અપડેટ કરીએ છીએ,. અમારી સ્કુલનું પરિણામ ૮૭ ટકા છે. અમારા વિદ્યાર્થીઓની ટકાવારી કરતા તેના પીઆર વધારે આવ્યા છે. એટલે તે રીતે અમા‚ સ્કુલનું પરિણામ ખૂબ જ સારૂ છે.

ગત વર્ષ જેટલુ જ પરિણામ આ વર્ષે એટલે કે ૮૭ થી ૯૦ ની વચ્ચે જ રહેવા પામ્યું છે. આવતા સમયમાં એનસીઆરટીઈનો કોર્ષ આવનારાે હોય અમો તમામ પ્રકારનું અપડેટ કરીને વિદ્યાર્થીઓને આ કોર્ષ સરળ બને તેવા પ્રયાસો કરીને ધો.૧૦ના વિદ્યાર્થીઓને અત્યારથી જ નીટની ટ્રેનીંગ આપીએ છક્ષએ તેના માટે ગણીત અને વિજ્ઞાનના પેપરમાં નીટ અને જીની પેટર્નથી પરિક્ષા લેશુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.