Abtak Media Google News

ગુજરાતમાં રેલવેના  વિકાસ માટે બજેટમાં  રૂ.8332 કરોડની ફાળવણી

મોટા શહેરોને નાના શહેરો સાથે જોડતા 80 થી 100 કિંમતના નાના રૂટ પર વંદે મેટ્રો ટ્રેન દોડાવાશે

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવએ  વીડીયો કોન્ફરન્સના માધ્યમથી   કેન્દ્રીય બજેટમાં  ગુજરાત રાજયને રેલ બજેટમાં અપાયેલા લાભો અંગેની  વિસ્તૃત જાણકારી આપી હતી. બજેટમાં ગુજરાતના રેલ વિકાસ માટે પહેલી વખત  8332  કરોડની ફાળવણી કરાઈ જેમાં રેલ મંત્રીએ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાણવડ, ભકિતનગર, બોટાદ, ધ્રાંગધ્રા, દ્વારકા, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ખંભાળીયા, લીંબડી, મહેસાણા, મહુવા, મોરબી, પડધરી, પાલીતાણા, પોરબંદર સહિત   87 રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટના ભકિતનગર સહિત સૌરાષ્ટ્રના  27 જેટલા રેલવે સ્ટેશનશનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીએ કરેલી જાહેંરાતના પગલે હવે  રાજકોટનું  ભકિતનગર રેલવે સ્ટેશન ઉપરાંત જામનગર, ભાણવડ, પોરબંદર, જામખંભાળીયા, બોટાદ,  ચોરવાડ, મોરબી, લખતર, જામવંથલી, દ્વારકા,  ગોંડલ, હાપા લીંબડી, મહુવા પડધરી સહિત 27 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ તમામ  રેલવે સ્ટષશનોમાા પાણી વેઈટીંગ રૂમ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.  સુરેન્દ્રનગર રાજકોટ ડબ્લીંગનું કાર્ય ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત  વંદે મિત્ર ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવી છે.જે મેટ્રો ટ્રેનની જેમ મોટા શહેરોને નાના શહેરો સાથે જોડતા  80 થી 100 કિલોમીટરના નાના રૂટ પર વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની  જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રોજેકટ હેઠળ વંદે ભારત ટ્રેનના કોચ જેવા પરંતુ મેટ્રો ટ્રેનના કોચની ડિઝાઈન મુજબ વંદે   મેટ્રોના કોચ તૈયાર કરવાની કામગીરી  શરૂ કરવામાં આવશે. આ પ્રોજેકટ 3 થી 4 વર્ષમાં  પૂર્ણ   કરવાનો લક્ષ્યાંક  રખાયો છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક રેલવે સ્ટેશન પર આગામી દિવસોમાં વન સ્ટેશન વન પ્રોડકટનાં બૂથ ઉભા કરાશે તેવી જાહેરાત કરવામાંઆવી છે.

રાજકોટ-સુરેન્દ્રનગરનું ડબ્લીંગનું કામ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે: ગોવિંદ પ્રસાદ સૈની (એડીઆરએમ)

મિડિયા સાથેની વાતચીતમાં એડીઆરએમ  ગોવિંદ પ્રસાદ સેનીએ જણાવ્યું હતુ કે કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વીની વૈષ્ણવએ માહિતી આપતા જણાવ્યું હતુ કે આ વખતે કેન્દ્રીય  બજેટમાં ગુજરાતનાં રેલવેના વિકાસ માટે  પહેલી વખત  8332 કરોડ  ફાળવવામાંઆવેલ છે. જેમાં સ્ટેશનોનું ડેવલોપમેન્ટ નવી લાઈનો, ડબ્લીંગ રોલીંગ  સ્ટોક અપગ્રેડેશન, ગેઝ ક્ધવર્ઝન, સહિત અનેક વિધ કાર્યોમાં જોગવાઈ કરવામાં આવી છે.

રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ ડિવિઝનના મહત્વપૂર્ણ સ્ટેશનો, જામવંથલી, કાનાલુસ, ખંભાળીયા, દ્વારકા, મીઠાપૂર,  મોરબી સહિત કુલ  15 સ્ટેશનનો આવતા એક વર્ષ સુધીમાં  અપગ્રેડ કરવામાં આવશે. જેમાં પેસેન્જરો માટે ખૂબજ સારી સુવિધા ઉપલબ્ધ  કરાવવામાા આવશે.સુરેન્દ્રનગર રાજકોટનું ડબ્લીંગ કામ આ મહિનામાં પૂર્ણ  થઈ જશે. સુરેન્દ્રનગરથક્ષ બિલેશ્ર્વર સુધીનું કનેકશન થઈ ચૂકયું છે. બિલેશ્ર્વરથી રાજકોટ સુધીનું કામ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.